________________
કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી મળી આવ્યા. શ્રી હરિ વિજયસૂરિજીએ સંઘ સહિત અહીંના શ્રી સુપાર્શ્વનાથ જિનાલય તથા શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલયના દર્શન કર્યા હતા.
શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું જિનાલય પ્રાચીન અને દર્શનીય છે. હાલમાં મથુરામાં આ એકમાત્ર જિનાલય છે. “કલ્પદ્રુમ' નામ પ્રચીન છે. આ નામ કેમ પડ્યું હશે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથને “મથુરા પાર્શ્વનાથ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ જિનાલયનો છેલ્લો જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૮૪માં મુનિવર શ્રી દર્શનવિજયજી મહારાજે કરાવ્યો હતો. આ
શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની એક માહિતી સાંભળવા મળી છે, તે અનુસાર રાજસ્થાનના ચિત્તોડગઢમાં રાણા પ્રતાપ અને ભામાશાના સમયમાં ૩૨ જિનાલયો હતા. આજે માત્ર આઠ દેરાસરો છે. તેમાં એક જિનાલય શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું રહ્યું હતું. જૂના પાર્શ્વનાથ ચરિત્રમાં આ અંગેનો ઉલ્લેખ થયો
છે.
- હાલ ચિત્તોડમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલય રહ્યું નથી. તે પ્રતિમાજી કયાં હશે તેની પણ જાણકારી મળતી નથી. આજે જૈનાચાર્યોએ શ્રી મથુરા પાર્શ્વનાથની સ્તુતિ પોતાની રચનાઓમાં કરી છે. સંપર્ક શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ . જૈન તીર્થ, ૭૬ ૨, ધી આમેડી, મથુરા (ઉ.પ્ર.).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર
મહાપ્રસાદમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જૈનોના પરમ પાવન શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ આવેલ છે. આ સ્થાને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને તેજોમય પ્રતિમાજીઓ બિરાજમાન છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં જિનાલય ઉપરાંત આધુનિક અને અદ્યતન ધર્મશાળા, ભોજનશાળાની સુવિધા છે. વિશાળ જગ્યામાં આ તીર્થની રચના થઈ છે. આ તીર્થમાં જે કોઈ યાત્રિક
શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ