________________
જણાવ્યું. કાંતિલાલ આ અગાઉ બે-ત્રણ વાર ધીરજલાલની દુકાનેથી ફર્નીચરની આઈટમો લઈ ગયેલા એટલે ધીરજલાલ કાંતિલાલને નામથી જાણે.
ધીરજલાલે કહ્યું... ‘કાંતિલાલભાઈ, તમે તો આ વખતે ઘણા દિવસે આવ્યા છો... ! ઘરમાં બધા કુશળ છેને ?’
Disc
‘હા...ભાઈ... આજે ટેબલની જરૂરત ઊભી થઈ એટલે થયું કે ચાલો ધીરજલાલની દુકને પહોંચી જઈએ. અને મેં તો નક્કી કર્યું છે કે કોઈપણ ફર્નીચર વસાવવું હોય તો તમારી દુકાનેથી જ લેવું. છેતરાવાનો ભય નહિ. તમે સૌ મજામાં છો ને?’
‘કાંતિભાઈ, મારી તબિયત તો સારી છે પરંતુ મારા ઘેરથી અસ્વસ્થ છે.’ ‘કેમ શું થયું છે ?’
‘તેને છેલ્લા ત્રણ વર્ષથી માથાનો સખત દુઃખાવો રહે છે.’
‘એ તો ચપટી વગાડતાં મટી જાય. હવે તો ઘણી ટેબલેટ મળે છે.’ ‘કાંતિભાઈ, મારી પત્નીને જેવો તેવો માથાનો દુઃખાવો નથી. એને માથામાં જ્યારે સણકા ઉપડે ત્યારે આપણાથી તેની દશા જોઈ ન શકાય. મેં રાજકોટના તમામ જાણીતા ડોક્ટરોને બતાવી દીધું છે. કોઈ વૈદ્યો બાકી રાખ્યા નથી. પરંતુ બે-ત્રણ દિવસ દવા લે ત્યારે સારું લાગે. પછી તે દવા અસર કરતી જ નથી. હવે શું કરવું ? તેની સમજ પડતી નથી. ‘ધીરજલાલ બોલતાં બોલતાં ગળગળાં થઈ
ગયા.
‘ધીરજલાલભાઈ, એક રસ્તો છે, જો તમે માનો તો...’
‘શું...? દવાની વાત હોય તો કરતાં જ નહિ કારણકે તેથી કોઈ અર્થ નહિ
સરે...'
‘ના... હું તો પ્રભુ ભક્તિની વાત કરવા માગું છું... પ્રાર્થના કરવાની વાત કહેવી છે.’
‘એમાં વાંધો નથી...' ધીરજલાલે કહ્યું.
‘ધીરજલાલભાઈ, અમારૂં જૈનોનું પરમ પવિત્ર તીર્થ શ્રી શંખેશ્વર છે. તમારે ત્યાં ભાભીને લઈને જવું પડે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર
શ્રી વાડીજી પાર્શ્વનાથ
૮૬