________________
She
bo
ત્યાર પછી સૌ આડે પડખે થતાં નિદ્રાધીન થઈ ગયા.
બીજે દિવસે સવારે ધીરજલાલ અને સુશીલાબેન સ્નાન આદિથી નિવૃત્ત થઈને કાંતિલાલ સાથે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયે આવ્યા કાંતિલાલે પૂજાના વસ્ત્રો ધારણ કરીને બધેય પૂજા કરી. ધીરજલાલ અને સુશીલાબેન જિનાલયની કલા કારીગીરીથી ભારે પ્રભાવિત થયા હતા. તેમણે પણ એકવાર બધી દેરીઓની ભમતી ફરી લીધી હતી અને કાંતિભાઈની પ્રતિક્ષા કરતાં એક તરફ બેઠા હતા.
કંઈક શાંત પડી.
કાંતિભાઈ લગભગ એક કલાક પછી ધીરજલાલની પાસે આવ્યા અને કહ્યું : ‘ચાલો... આપણે શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે જઈએ.'
ત્રણેય શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા. કાંતિભાઈએ પૂજા તો કરી લીધી હતી. તેમણે ચૈત્યવંદન કર્યું. પછી બન્ને પતિ-પત્નીને કહ્યું : ‘આ ભગવાનની સામે તમે પ્રાર્થના કરો અને સંકલ્પ કરો કે સુશીલાબેનનું માથાના દુઃખાવાનું દર્દ ગયાબ થઈ જશે તો અહીં જાત્રાએ આવીશ.’
કાંતિભાઈના કહેવા પ્રમાણે બન્ને પતિ-પત્નીએ અનેરી શ્રધ્ધા અને ભક્તિથી પ્રાર્થના કરી. ધીરજલાલની આંખમાંથી તો પ્રાર્થના કરતી વખતે આંસુ ટપકી પડ્યા હતા. કાંતિલાલને થયું કે બન્નેએ દિલથી પ્રાર્થના કરી છે.
કાંતિલાલ, ધીરજલાલ અને સુશીલાબેન ધર્મશાળામાં આવ્યા. કાંતિલાલે પૂજાના વસ્ત્રો બદલાવ્યા.
સૌએ નવકારશી કરી. બપોરે ભોજનશાળામાં ભોજન લઈને બપોરે નીકળી
ગયા.
સુશીલાબેન રાજકોટ આવ્યા. આ વખતે તેમને પૂરી શ્રધ્ધા હતી કે મારો અસાધ્ય માથાનો દુઃખાવો પ્રભુ ભક્તિથી દૂર થઈ જશે.
અને એમજ થયું.
આઠ દિવસમાં સુશીલાબેનનો માથાનો દુઃખાવો ગાયબ થઈ ગયો. ધીરજલાલ અને સુશીલાબેન તરત જ શંખેશ્વર જઈ આવ્યા અને દર્શન-વંદન કરી આવ્યા. તેમણે કાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો હતો.
શ્રી વાડીજી પાર્શ્વનાથ
८८