________________
મહાપ્રસાદ છે. આ જિનાલયની ભમતીમાં આઠમી દેરી શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુની છે ત્યા દર્શન વંદન કરશો તો મસ્તકશૂળની ભાભીની સમસ્યા હલ થઈ
જશે.”
કાંતિભાઈ, અમે સુતાર છીએ.... અમને તમારી આરાધના નફાવે માત્ર દર્શન-વંદન કરી શકીએ... એ માટે આપે અમારી સાથે આવવું પડે
‘તો એક કામ કરો... આપણે શનિવારે બપોરે અહીંથી સાથે નીકળીએ. રવિવારે દર્શન-વંદન કરીને ત્યાંથી બપોરે નીકળી જઈશું.' ના
‘ભરે...આપ કહો તેમ... આપણે શેમાં જઈશું?” ‘ટેક્સીમાં જવું જ અનુકુળ રહેશે.”
એમજ થયું. શનિવારે બપોરે કાંતિભાઈ, ધીરજલાલ અને સુશીલાબેન ટેક્સીમાં બેસીને શંખેશ્વર જવા રવાના થયા. એજ દિવસે રાત્રે શંખેશ્વર પહોંચી ગયા.
શંખેશ્વર પહોંચીને સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં આવ્યા અને ધર્મશાળામાં બે રૂમ બુક કરાવી. | ધીરજલાલે કહ્યું : “કાંતિભાઈ, તમારું આ તીર્થ કેટલું સ્વચ્છ અને સુઘડ છે ? ખરેખર અહીં તો કાયમ માટે રહી જવાનું મન થાય...”
કાંતિભાઈએ કહ્યું : “દરેક જૈન તીર્થોમાં આટલી જ સ્વચ્છતા હોય છે.”
“કાંતિભાઈ, આપણે અહીં તો આવી પહોંચ્યા. હવે આવતીકાલે અમારે શું કરવાનું તે જણાવી દેજો...” ધીરજલાલે કહ્યું.
“ધીરજભાઈ, તમને સેવા-પૂજા તો ફાવશે નહિ. તમારે શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે બેસી રહેવાનું છે અને બન્નેએ સંકલ્પ ધારણ કરીને પ્રાર્થના કરવાની છે.'
‘ભલે...તમે જેમ કહેશો તેમ અમે કરીશું.” સુશીલાબેન બોલ્યા. ત્યાં જ સુશીલાબેનને માથામાં સૂળ ઉપડ્યું અને ન રહી શકે તેવી પરિસ્થિતિ થઈ. ધીરજલાલે તેની પત્નીના માથા પર વસ્ત્ર બાંધ્યું.
સુશીલાબેનને અર્ધીકલાક સુધી માથાનો સખત દુઃખાવો રહ્યો પછી પીડા
શ્રી વાડીજી પાર્શ્વનાથ