________________
મંત્ર-આરાધના માનવી પોતાના જીવનમાં નિત્ય પૂજા, ભક્તિ કે કોઈપણ મંત્રનું આરાધન કરતાં હોય તો તેને તેનું ફળ મળતું જ રહે છે. કોઈપણ ભાવિકે મંત્ર આરાધના શુધ્ધભાવથી અને નિર્મળ ચિત્તથી કરવી જોઈએ. મંત્ર આરાધના માટે અપેક્ષા સેવવી નહિ. માત્ર આત્મ કલ્યાણ કે વિશ્વ કલ્યાણની ભાવના રાખવી જે કોઈ સાધક મંત્ર આરાધના કરશે ત્યારે એ મંત્રની તાકાતથી તેને સમસ્યાઓનો અંત આવી જશે એટલું જ નહિ સાધકનું અંતર પણ સ્ફટિક જેવું નિર્મળ બની જશે.
ૐ હ્રીં શ્રીં વાડીજી પાર્શ્વનાથાય નમઃ | | આ મંત્રના ૧૨,૫૦૦ જાપ કરવા. શુભ દિવસે અને શુભ ચોઘડિયે મંત્ર જાપનો પ્રારંભ કરવો. જો બને તો દરરોજ એક માળા તો અવશ્ય ગણવી. આ મંત્રના આરાધનથી મનોબળ મજબૂત થાય છે. આત્મવિકાસ થાય છે.
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વાડીજી પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રની માળા દરરોજ સવારે સૂર્યોદય પહેલાં કરવી, દરરોજ એક માળા તો કરવી. જો સમય હોય તો દરરોજની અગિયાર માળા કરવાનો ઉલ્લેખ છે. આ મંત્ર આરાધનાથી ચિત્તની સ્વસ્થતા વધે છે. સુખ-સંપત્તિમાં વધારો થાય
- ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં વાડીજી પાર્શ્વનાથાય નમઃ |
દરરોજ પ્રાતઃ કાળે આ મંત્રની એક માળા કરવી. આ મંત્રના આરાધનથી અનેક મુંઝવતા પ્રશ્નો, સમસ્યાઓનો નિકાલ થાય છે એટલું જ નહિ યશકીર્તિમાં પણ વધારો થાય છે.
: સંપર્કઃ શ્રી વાડીજી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તીર્થની ઝવેરી વાડો, મુ.પો. પાટણ. (ઉ.ગુ.) ફોન : (૦૨૭૬૬) ૨૨૨૯૬૯
| શ્રી વાડી પાર્શ્વનાથ
૮૯