________________
પરિપાટી’ નો ક્રમ જોતાં વાડીપુર પાટણથી થોડે દૂર દક્ષિણ દિશામાં આવેલું હોય તેમ સમજાય છે. હાલ પાટણી દક્ષિણ દિશામાં અત્યંત નિકટ ગામ બાદીપુર છે, જે પૂર્વે વાડીપુર હોવાની સંભાવના છે. એ સંવત ૧૬૪૮ના વાડીપુરમાં અમીપુરા પાર્શ્વનાથ નામથી ઓળખાતી મૂર્તિને ચારવર્ષ બાદ કોઈ અગમ્ય કારણોસર પાટણમાં શ્રેષ્ઠી કુંવરજીએ લાવીને ઝવેરીવાડાના જિનાલયમાં પ્રતિષ્ઠિત કરાવી હોય અને વાડીપુરથી લાવ્યા હોવાથી વાડીપુર પાર્શ્વનાથ તરીકે પ્રસિધ્ધિ પામી હોય તેમ માનવામાં આવે છે.
શ્રી વાડી પાર્શ્વનાથ વિષેના સંદર્ભો આચાર્ય મહારાજ તથા કવિઓની રચનાઓમાં જોવા મળે છે. આથી આ તીર્થ પ્રાચીન હોવાના પૂરતા પુરાવા છે. સંપર્ક : શ્રી વાડી પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ. ઠે. ઝવેરીવાડો, મુ. પાટણ(ઉ.ગુ.) પીન : ૩૮૪૨૬૫.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં બિરાજમા શ્રી વાડીજી પાર્શ્વનાથ
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામમાં વર્ષ દરમ્યાન હજારો યાત્રિકોની આવન-જાવન રહે છે. આ તીર્થમાં ભોજનશાળા, ધર્મશાળાની સર્વશ્રેષ્ઠ સગવડ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અદૂભૂત કલા કારીગીરીથી સંપન્ન છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જે ભારતના વિવિ શહેરોમાં આવેલા શ્રી પાર્શ્વનાથ તીર્થોનો મહિમા ગાય છે. જેમકે શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ, શ્રી જીરાવલા પાર્શ્વનાથ વગેરે... આ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓને પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. આ જિનાલયની ભમતીમાં આઠમી દેરીમાં શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય મનોહર, પરિકરથી વિભૂષિત પ્રતિમાજી બિરાજમાન છે. પદ્માસનસ્થ આ પ્રતિમાજીથી વિભૂષિત પ્રતિમાજી બિરાજમાન છે. પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
શ્રી શંખેશ્વર તીર્થની યાત્રામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર ધામ -
શ્રી વાડીજી પાર્શ્વનાથ
/
૪