________________
ઉત્તર ગુજરાતના પાટણ શહેરના ઝવેરીવાડામાં શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન, સુમનોહર જિનાલય આવેલું છે. પાટણ જવા માટે બસ, રેલ્વે તેમજ જીપ વગેરે સાધનો મળી શકે છે. જિનાલયોની નગરી પાટણના ઝવેરીવાડામાં બે દર્શનીય જિનાલયો આવેલા છે તેમાંનું એક શ્રી વાડીજી પાર્શ્વનાથનું જિનાલય છે. જ પાટણના ઝવેરીવાડમાં ભવ્ય શિખરબંધી જિનાલયમાં શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુ ચર્તુમુખે બિરાજીત છે. અહીં પ્રતિમાજી શ્વેત પાષાણની, પદ્માસનસ્થ અને ૨૯ ઈંચ ઊંચી તથા ૨૩ ઈંચ પળોળી છે. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે. [ આ જિનાલયમાં મૂળનાયક પ્રભુની પ્રતિમાજી સાથેની દીવાલ પર બાવન પંક્તિનો સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરેલો છે. આ લેખના પ્રારંભમાં ખરતર ગચ્છની પટ્ટાવલી અપાઈ છે. જેમાં શ્રી ઉદ્યોતનસૂરિથી લઈને શ્રી જિનચંદ્રસૂરિ સુધીના નામો છે. તેમજ જિનાલયના નિર્માતા શ્રેષ્ઠી કુંવરજીની વંશ પરંપરા આપી છે. કુંવરજી શ્રેષ્ઠી તે ભીમ મંત્રીના વંશજ હતા.
કુંવરજી શ્રેષ્ઠીએ સંવત ૧૬૫૨માં આ.શ્રી જિનચંદ્રસૂરિજીના વરદ હસ્તે આ જિનાલયમાં વાડી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી વાડી પાર્શ્વનાથની પ્રતિમાજી કયાંથી લાવવમાં આવી તે સંશોધન વિષય બન્યો છે.
આ જિનાલયની પ્રતિષ્ઠા સંવત ૧૬૫રમાં થઈ અને સંવત ૧૬૪૮માં આ.શ્રી લલિત પ્રભુસૂરિએ પાટણ તેમજ આસપાસના ગામોમાં આવેલા ચૈત્યોને જુહાર્યા છે. તેમાં શ્રી વાડીપુર પાર્શ્વનાથને ભેટયાનો ઉલ્લેખ છે.
આથી કુંવરજી શ્રેષ્ઠીએ આ પ્રતિમાજી વાડીપુરથી લાવીને અહીં પ્રતિષ્ઠિત કરી હોય તે માની શકાય. વાડીપુરમાંથી લાવ્યા હોવાથી વાડીપુર કે વાડી નામથી આ પ્રભુ પ્રખ્યાતિ પામ્યા હોય તેમ જણાય છે.
જિનાલયના શિલાલેખમાં પણ મૂળનાયકને માટે “શ્રી વાડીપુર પાર્શ્વનાથ” એવો ઉલ્લેખ થયો છે.
વર્તમાન સમયમાં પાટણની આસપાસ વાડીપુર નામનું કોઈ ગામ નથી, 5) પરંતુ સંવત ૧૬૪૮માં આચાર્ય શ્રી લલિતપ્રભસૂરિજી મહારાજે રચેલું “ચૈત્ય
શ્રી વાડીજી પાર્શ્વનાથ
(
૮૩