________________
ફકીર પર ફિલ્મ
મંત્ર – આરાધના SUBMI
કોઈપણ મંત્રનું રટણ કરવામાં આવે તો તે મંત્ર સમય જતાં સિધ્ધ થઈ જાય છે. મંત્ર આરાધન માટે એકાગ્રતા, મનની સ્વસ્થતા અને શ્રધ્ધા અત્યંત આવશ્યક છે. મંત્ર આરાધના માટે કોઈ એક નિશ્ચિત સ્થાન અને નિશ્ચિત સમય જરૂરી છે. આનું પાલન અવશ્ય કરવું. મંત્ર આરાધના જેમ આગળ વધતી જાય તેમ સાધકમાં એકાગ્રતાનો ગુણ આવવા લાગે છે. અનેક લોકો નિશ્ચિત સમયે અને સ્થળે માળા ફેલવીને જાપ કરે છે પરંતુ જાપ માટેની પૂરી સમજણ ગુરૂ પાસેથી મેળવી લેવી આવશ્યક છે. કયો મંત્ર પોતાના માટે લાભદાયી થશે તેની જાણકારી ગુરૂ પાસેથી મેળવી લેવી આવશ્યક છે ખાસ તો ગુરૂ પોતે સાધકને મંત્ર આપે અન પછી તે મંત્રની સાધના સાધક કરે તો તે અવશ્ય ફળદાયી નીવડે છે.
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથજીની આરાધના ફળદાયી રહે છે. પૂરેપુરી શ્રધ્ધાથી, એકાગ્રતા કેળવીને શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓ હલ થઈ જાય છે. અહીં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુના મંત્રો આપ્યા છે. સાધકોએ મંત્ર જાપ પુરી સ્વસ્થતાથી અને શ્રધ્ધાપૂર્વક કરવો.
ૐ હ્રીં શ્રીં ગંભીરાજી પાર્શ્વનાથાય નમઃ ।
આ મંત્રની માળા દરરોજ ૧૧ વખત કરવી. જો સમય ન મળે તો એકવાર તો અવશ્ય કરવી. આ મંત્રના જાપથી શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. ૐૐ k Æ Æ Æ ગંભીરાજી પાર્શ્વનાથાય નમો નમઃ ।
આ મંત્રની દ૨૨ોજ પાંચ માળા કરવી. જો સમય ન મળતો હોય તો એકવાર અવશ્ય કરવી. આ મંત્રના આરાધનથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં શ્રીં ગંભીરાજી પાર્શ્વનાથાય નમો નમઃ ।
આ મંત્રના જાપ અત્યંત ફળદાયી છે. મંત્ર આરાધનથી મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થાય છે. મંત્ર આરાધનમાં પૂરેપુરી શ્રધ્ધા રાખવી જરૂરી છે. માત્ર ગણવા ખાતર કરાય તો તેનું ફળ મળવું મુશ્કેલ છે.
: સંપર્કઃ
શ્રી ગાંભુ જૈન શ્વેતાંમ્બર મૂર્તિ પૂજક સંઘ ટ્રસ્ટ મુ.પો. ગાંભુ, તા. બેચરાજી
જી. મહેસાણા ગુજરાત - ૩૮૪૦૦૧. ફોન : (૦૨૭૩૪) ૨૮૨૩૨૫
૮૧
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ
*
JA
telem fis