________________
જ્યોત્સનાબેનની શ્રધ્ધામાં લેશમાત્ર ફેરાર થયો નહોતો. બન્ને પતિ-પત્ની શ્રી ગંભીરાજી પાર્શ્વનાથજી પ્રભુનું સ્મરણ કરીને ભાવપૂજા કરતાં હતા અને પ્રાર્થના કરતાં હતા.
ચોવીસમાં દિવસે એક એવી ઘટના બનીકે તેમાં શૈલેષનું તોતડાપણું ગાયબ થઈ ગયું.
વાત જાણે એમ બની હતી કે શૈલેષ સ્કૂલેથી છૂટીને ઘેર આવતો હતો ત્યારે રસ્તામાંથી પસાર થતો હાથી તેની સામે આવ્યો અને શૈલેષે બીકમાં મોટી રાડ પાડી, એવી બુમ તો તેણે પોતાના જીવનમાં ક્યારેય પાડી નહોતી. આ રાડના કારણે તેનો અવાજ ખુલી ગયો અને તોતડાપણું ગાયબ થઈ ગયું. તે ઘેર આવ્યો અને તેના સ્પષ્ટ ઉચ્ચારોથી મિહિરભાઈ અને જ્યોત્સનાબેનના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ માનવા લાગ્યા કે આ શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનો જ ચમત્કાર છે. | શૈલેષને એકદમ સ્પષ્ટ બોલતો જાણીને તેના મિત્રો પણ નવાઈ પામ્યા. પાડોસીઓને પણ નવાઈ લાગી... આ કઈ રીતે બન્યું? શૈલેષે બનેલી ઘટના સૌ કોઈને જણાવી પરંતુ રાડ પાડવાથી તોતડાતી જીભ સુધરે નહિ તેમ લોકો કહેવા લાગ્યા પરંતુ શૈલેષની જીભ સુધરી ગઈ તે સત્ય હતું. શૈલેષમાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કામ કરી ગઈ..
બીજે જ દિવસે મિહિરભાઈ અને જયોત્સનાબેન પોતાના પુત્ર મિહિરને લઈને શંખેશ્વર આવ્યા અને શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા અને ભાવથી ભક્તિ કરી. પતિ-પત્ની બન્નેની આંખ માંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેમની શ્રધ્ધામાં ઉમેરો થયો અને સંકલ્પ કર્યો કે વર્ષે ત્રણવાર શંખેશ્વર દર્શનાર્થે આવવું.
મિહિરે એ જ દિવસે મુંબઈમાં રહેતા દલીચંદભાઈને શૈલેષના સમાચાર આપ્યા. દલીચંદભાઈને પણ ભારે હર્ષ થયો. આમ શ્રી ગંભીરજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી શૈલેષની તોતડી જીભ સુધરી ગઈ.
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ
૮૦