________________
ચૈત્યવંદન કરજો અને શૈલેષની જીભ સારી થઈ જાય તે માટે પ્રાર્થના કરજો. અને શૈલેષને એક મહિનામાં સારું થઈ જાય પછી દર્શનાર્થે આવવાનું પણ નક્કી કરી લેજો.”
‘દલીચંદભાઈ, શૈલેષને ખરેખર સારું થઈ જશે?' મિહિરભાઈએ પૂછયું.”
શંકા કરશો નહિ પણ હૈયામાં માત્ર શ્રધ્ધા અને ભક્તિને સ્થાન આપશો તો શૈલેષ અવશ્ય સ્વસ્થ થઈ જશે. ‘દલીચંદભાઈએ કહ્યું.'
આ વિષય પર અર્ધો કલાક સુધી ચર્ચા વિચારણા ચાલી. મિહિરભાઈએ પોતાના જાણીતા ટેક્સીવાળાને આવતી કાલે વહેલી સવારે આવી જવાનું કહ્યું. ત્યારપછી સાંજે સૌએ વાળું કર્યું.
બીજે દિવસે વહેલી સવારે મિહિર, જ્યોત્સનાબેન, શૈલેષ અને દલીચંદભાઈ ટેક્સીમાં બેસીને શંખેશ્વર જવા માટે વિદાય થયા. અને સવારે આઠ વાગે તો શંખેશ્વર પહોંચી ગયા. સૌ પ્રથમ તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં આવ્યા અને ધર્મશાળામાં એક રૂમ લીધી.
મિહિરભાઈએ દલીચંદભાઈને કહ્યું : “આ તીર્થનો ખૂબજ સરસ છે. વાતાવરણ કેટલું સરસ છે. પવિત્રતા છવાયેલી હોય તેમ લાગે છે.”
હા...અહીં નીરવ શાંતિ અને પવિત્રતા રહેલી હોવાથી સાધકોને મંત્રજાપ કરવામાં સુવિધા રહે છે. આ ભૂમિ પર અનેક સાધકોએ પુષ્કળ મંત્રજાપ કર્યા છે.”
ત્યાર પછી સૌએ નવકારશી વાપરી અને પછી સ્નાનાદિથી નિવૃત્ત થઈને પૂજાના વસ્ત્રો ધારણ કર્યા.
દલીચંદભાઈ ત્રણેયને લઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં આવ્યા. સર્વ પ્રથમ મૂળનાયકની વાસક્ષેપથી પૂજા કરી ત્યાર પછી ભમતીમાં રહેલા દરેક પ્રતિમાજીને તિલક કરીને શ્રી ગંભીરાજી પાર્શ્વનાથજી પ્રભુની દેરી પાસે આવ્યા અને દલીચંદભાઈએ કહ્યું: ‘મિહિરભાઈ, તમે અને ભાભી અહીં સ્વસ્થ મનથી, અનેરી શ્રધ્ધા સાથે સેવા-પૂજા, ભક્તિ કરો અને શૈલેષ માટેનો સંકલ્પ મનમાં ધારી લેજો...”
એમજ થયું.
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ
૭૮