________________
દલીચંદભાઈએ મિહિરને પૂછયું : “મિહિરભાઈ, તમારો પુત્ર તોતડું કેમ બોલે છે? કોઈ ડોક્ટરને બતાવ્યું છે કે નહિ?”
‘જ્યોત્સનાબેન બોલ્ય : ‘ભાઈ, અનેક ડોક્ટરોને બતાવ્યું છે. ખૂબ દવા કરી છે. સારવાર કરવામાં કમી રાખી નથી પરંતુ શૈલેષની જીભમાં કોઈ સુધારો થતો નથી. હમણાંથી બધી દવાઓ બંધ કરી દીધી છે. ભાગ્યમાં હશે તેમ થશે તેવું મન વાળીને બેસી ગયા છીએ”
ના...ના...જ્યાં દવા કામ ન કરે ત્યાં પ્રભુની કૃપા, દુઆ કામ કરે છે. ‘એટલે ? અમને સમજાયું નહિ.' મિહિરભાઈએ પૂછયું.
‘મિહિરભાઈ, મારો કહેવાનો મતલબ એ કે જ્યાં દવાઓ કામ ન કરે ત્યાં દુઆ કામ કરે છે. આવા અનેક પ્રસંગો મેં અનુભવ્યા છે જેમાં દુઆ કામ કરે છે.”
દલીચંદભાઈ, અમે તો શૈલેષના સારા થવા અંગે હવે પલાંઠી વાળીને બેસી ગયા છીએ. ભાગ્યમાં જે હશે તેમ થશે તેવું માનવા લાગ્યા છીએ.”
ના..ના.. એમ બેસી રહેવાથી કશું ન થાય..”
“તો પછી અમારે શું કરવું ? અમારી તો મતિ જ બાઝી ગઈ છે.’ જયોત્સનાબેન બોલ્યા.
| ‘એક કામ કરો... આવતી કાલે હું શંખેશ્વર જવાનો છું. તમે બન્ને શૈલેષને લઈને મારી સાથે આવો. આપણે ટેક્સી કરીને જ જઈશું જેથી પ્રવાસમાં સુગમતા રહે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામ આવેલું છે. ત્યાં તમે કોઈ દિવસ ગયા છો?”
ના...અમે માત્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયે દર્શનાર્થે જ ગયેલા છીએ. “મિહિરભાઈ બોલ્યા.
મિહિરભાઈ, શંખેશ્વરનું બીજું જાગૃત તીર્થ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામ છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ છે. દરેક પ્રતિમાજી દર્શનીય અને વંદનીય છે. જિનાલયની ભમતીમાં ૭મી દેરીમાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીની આવતીકાલે તમે બન્ને અને શૈલેષ અત્યંત ભાવથી સેવા-પૂજા ,
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ