________________
એકવાર આ ગામમાં એક યતિ મહારાજ આવ્યા અને તેના કાને આ વાત સાંભળવામાં આવી તો તેણે ઊંડી તપાસ કરી પછી જણાયું કે ભગવાનના તિલકની વિશિષ્ટતાના કારણે આ ચમત્કાર થતો હતો.
એવું કહેવાય છે કે યતિએ પ્રભુના મસ્તક પરનું તિલક કાઢી લીધું, તે પછીથી રૂપિયો આવતો બંધ થયો. જે હોય તે, પણ આ પ્રતિમાજી અત્યંત ચમત્કારિક અને દર્શનીય છે.
સંવત ૧૫૨૫ના વૈશાખ વદ ૧૦ના ડુંગરપુરના મંત્રી શાલસહાનાએ શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ રચ્યો હતો. આ મહોત્સવ આચાર્ય ભગવંત શ્રી સોમસુંદર સૂરિશ્વરજી મહારાજના શિષ્ય રત્ન આચાર્ય ભગવંત શ્રી લક્ષ્મણસાગર સૂરિજીની નિશ્રામાં થયો હતો.
સંપર્ક : શ્રી ગંભીરા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થની પેઢી, મુ.ગાંભુ, તા. ચાણસ્મા (જીલ્લો - મહેસાણા) ગુજરાતી માં
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં બિરાજમાન શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામમાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની મંગલમય પ્રતિમાજી અત્યંત દર્શનીય અને ચમત્કારિક છે. ભક્તિવિહાર તીર્થમાં જિનાલયની ભમતીમાં ૭મી દેરી શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની છે. શ્વેત આરસપહાણની આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. પ્રતિમાજી પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીના દર્શન કરતાં જ ભક્તિના ભાવ જાગ્યા વગર રહેતા નથી.
શંખેશ્વરની યાત્રાએ જવાનું થાય ત્યારે શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુના દર્શન અવશ્ય કરવા જેવા છે. શ્રી ગંભીરાજી પાર્શ્વનાથજીની પ્રતિમાના અશ્રુમાંથી જાણ્યે અમૃતધારા વરસતી હોય તેમ દર્શનાર્થીઓને અનુભવ થઈ રહ્યો છે.
મહિમા અપરંપાર... અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતો આઠ વર્ષનો શૈલેષ નાનપણથી
શ્રી ગંભીરજી પાર્શ્વનાથ
૭૫