________________
ગાંભુ ગામમાં શ્રાવક જંબૂનાગની મદદથી તેના જિનાલયમાં ‘યતિ પ્રતિક્રમણ સૂત્ર’ અને ‘શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર’ નું વ્યાખ્યાન ચૈત્ર માસની પાંચમે પૂરું કરેલું. આથી તે સમયે આ જિનાલય હતું તે ફલિત થાય છે.
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથના જિનાલયમાં પ્રતિમાજીની સંખ્યા વિશેષ છે. મોટા ભાગના પ્રતિમાજીઓ ગાંભુ ગામની જમીનમાંથી મળી આવેલા છે. મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં આવેલ લાલબાગ જિનાલયના મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રાચીન પ્રતિમાજી ગાંભુ ગામેથી લાવવમાં આવી છે.
આ ગાંભુ ગામમાં મોટા મોટા ટેકરાંઓ, ખંડેરો પરથી જણાય છે કે અહીં અનેક જિનાલયો હશે તેમજ ગાંભુ ગામ પ્રવૃત્તિઓથી ધમધમતું હોવું જોઈએ.
તો ગાંભુ ગામમાં આવેલ શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય બે માળનું છે. આ જિનાલયની જીર્ણોધ્ધાર સંવત ૨૦૨૫માં થયો હતો. આ જિનાલયનો શિલ્પ - કારીગીરી અદ્દભૂત અને દર્શનીય છે.
- અહીં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ દર વર્ષે મહા સુદ-૪ના રોજ ઉજવવામાં આવે છે. તે દિવસે વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવીને મહોત્સવમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લે છે. | વિવિધ જૈનાચાર્યોએ તેમની રચનામાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તે ઉલ્લેખ મેવાડના ડુંગરપુર તીર્થમાં આવેલ શ્રી ગંભીરા પાર્શ્વનાથ વિશે છે. ગાંભુ તીર્થનો ઉલ્લેખ પ્રાચીન રચનાઓમાં ખાસ કરીને જોવા મળતો નથી. . ગાંભુના શ્રી ગંભીરા પાર્શ્વનાથના દિવ્ય પ્રભાવની ગાથા આજે પણ લોકમુખે ચર્ચાય છે. લોકવાયકા મુજબ દરરોજ વહેલી સવારે જિનાલયના દ્વાર ખોલવામાં આવતાં ત્યારે ગર્ભદ્વાર ખોલીને દર્શનાર્થી પ્રભુજીની પાસે પહોંચે ત્યારે તેને પ્રભુની હથેળીમાં એક રૂપિયો પ્રગટ થયેલો દેખાતો. શરૂઆતમાં સૌ કોઈને આ બાબતે ભારે આશ્ચર્ય થયું, પછી આ ઘટના સામાન્ય બની ગઈ. પ્રભુના અધિષ્ઠાયક દેવો જાગૃત છે તેની પ્રતિતિ ગામના અને યાત્રાળુઓને થવા લાગી. આ કારણે યાત્રિકોનો ઘસારો વધી પડ્યો હતો.
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ
૭૪