________________
દર્શનાર્થે આવીશ. આ રમણિકે ખરા હૃદયથી પ્રાર્થના કરી હતી. થોડીવાર રહીને તે જિનાલયની બહાર આવ્યો ત્યારે હિતેશ તેની પ્રતિક્ષા કરતો બેઠો હતો. બંને દર્શનવંદન કરીને રૂમ પર આવ્યા. અને આરામ કરવા લાગ્યા.
બીજે દિવસે બપોર પછી બંને નીકળી ગયા અને પોતાના શહેરમાં પાછા ફર્યા.
બીજે દિવસે જ રમણિકને જે કોલજમાં લેક્ટરરની પોસ્ટ જોઈતી હતી તે કોલેજની નિમણૂંક પત્ર આવી ગયો. રમણિકની ખુશીનો પાર ન રહ્યો. તે તરતજ હિતેશ પાસે આવ્યો અને બધી વાત કરી. અને ફરીથી શંખેશ્વર જવાની વાત કરી.
બંને મિત્રો બીજા રવિવારે ફરીથી શંખેશ્વર ગયા અને શ્રી જેટીગંજી પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કર્યા. જો માનવી શ્રદ્ધા અને ભક્તિથી પ્રભુની સેવા-પૂજા કે દર્શન-વંદન કરે તો અવશ્ય તેના કાર્યોને સિદ્ધિ મળે છે.
| મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં ઝોટીગંજી પાર્શ્વનાથાય નમઃ આ મંત્ર અત્યંત ફળદાયી છે. દરરોજ સવારે વહેલા ઉઠીને અગિયાર માળા કરવી. આસન અને સમય બંને ત્યાં સુધી જાળવી રાખવા. આ મંત્રના આરાધનથી અધુરા કાર્યો પૂરા થાય છે.
ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં કોટીગંજી પાર્શ્વનાથાય નમઃ દરરોજ વહેલી સવારે ઉઠીને આ મંત્રની એક માળા ગણવી. આ મંત્રની આરાધનાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે.
છે : સંપર્કઃ શ્રી જોટીંગજી પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. મુજપુર, તા. સમી, જી. પાટણ (ઉ.ગુ.) પીન: ૩૮૪૨૪૦. ફોન:૦૨૭૩૩-૨૮૧૩૪૩
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ
૭૨