________________
દામિની બેનની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેમણે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થના સાધારણ ખાતામાં અગિયાર હજાર રૂપિયા લખાવ્યા.
એજ દિવસે અશ્વિનભાઈ અને દામિની વડોદરા પરત ફર્યા. દામિની બેન ખુશ હતા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દર્શનીય અને ચમત્કારિક છે.
ઈન્ટરવ્યુનો કોલ આવ્યો.... રમણિકે એમ.કોમ.ની પરીક્ષામાં સર્વ શ્રેષ્ઠ ગુણ મેળવ્યા હતા. લેક્ટરર માટે બે-ત્રણ કોલેજમાં અરજી કરી હતી. તેને ઈન્ટરવ્યુ કોલ આવ્યા. રમણિક ઈન્ટરવ્યુ પણ દઈ આવ્યો છતાં તેનો નંબર ન લાગ્યો. આથી તે નિરાશા અનુભવવા લાગ્યો.
રમણિકનો મિત્ર હિતેશ ને એમ.કોમ. માં સેકન્ડક્લાસ આવ્યો હોવા છતાં તેને લેક્ટરરની પોસ્ટ મળી ગઈ હતી. રમણિકને આશ્ચર્ય થયું હતું કે મારા સર્વ શ્રેષ્ઠ ગુણ છે. છતાં મને નોકરી મળતી નથી. જ્યારે હિતેશને પહેલા ધડાકે નોકરી મળી ગઈ. વાહ... આતો નસીબની બલિહારી જ છે...
એક દિવસ રમણિક અને હિતેશ ભેગા થયા. હિતેશને પૂછ્યું: રમણિક, શું થયું? રમણિક કહેઃ શું થાય? હજુ સુધી ક્યાંય મેળ પડ્યો નથી.
કમાલ છે...!તારા જેવી તેજસ્વી વિદ્યાર્થીને નોકરી માટે આટલાં બધા ફાંફા મારવા પડે !” હિતેશ, મને પણ આશ્ચર્ય થાય છે કે આમ કેમ બને? રમણિકે હ્યું.
એક કામ કર ! તું કોઈ જ્યોતિષીને તારી કુંડળી બતાવી દે... તે કંઈક રસ્તો બતાવશે. કોઈ ગ્રહ નડતો હોય તો તેની વિધિ કરાવી દેશે.
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ
૭૦