________________
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ
G
મહેસાણા જિલ્લામાં ચાણસ્મા તાલુકાના ગાંભુ નામના ગામમાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથજીનું પ્રાચીન અને દર્શનીય તીર્થ આવેલું છે. આ તીર્થ સ્થળ મહેસાણાથી મોઢેરા રોડના માર્ગ પર ગણેશપુરા આવેલ છે. ત્યાંથી ગાંભુ લગભગ ૨૦ કિ.મી. છે. અર્થાત મહેસાણાથી માત્ર ૨૦ કિલોમીટરના અંતરે આ તીર્થ આવેલું છે. ગાંભુ તીર્થની નજીક શંખેશ્વર, ચાણસ્મા, કંબોઈ, મહેસાણા, પાટણ વગેરે તીર્થો આવેલા છે.
ગાંભુ તીર્થમાં ધર્મશાળા - ભોજનશાળા તથા સાધુ-સાધ્વીજીઓ માટેનો ઉપાશ્રય છે. પેઢી તરફથી યાત્રિકોને ભાતું અપાય છે. પૂર્વે અહીં જૈનોની વિશાળ વસ્તી હતી. અત્યારે ઓછાં ઘર છે. શ્રી ગંભીરાજી પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ગાંભુ છે. તે સિવાય શ્રી ગંભીરાજી પાર્શ્વનાથની દર્શનીય પ્રતિમાજી શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામની ભમતીમાં સાતમી દેરીમાં બિરાજમાન કરવામાં આવેલી છે. શ્રી ગંભીરા પાર્શ્વનાથનું પ્રાચીન જિનપ્રસાદ ડુંગરપુર(મેવાડ) માં બાવન દેરીઓથી વિભૂષિત છે. શ્રી કરેડા પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં શ્રી ગંભીરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિજા૨માન છે. મહેસાણાથી ૨૦ કિ.મી. ના અંતરે આવેલ ગાંભુ નામના ગામમાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય શિખરબંધી છે. અહીં શ્વેત પાષાણની, પદ્માસનસ્થ આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે. અહીં ઘણી પ્રતિમાજીઓ ભૂગર્ભ માંથી મળી આવેલ છે. પ્રાચીન સંપ્રતિ મહારાજાના સમયની ઘણી પ્રતિમાજીઓ મુંબઈ, તળાજા, પાલીતાણા વગેરે સ્થળોએ મોકલવામાં આવી છે. અહીં અનેક જૈન ગ્રંથોની રચના થઈ છે. ‘શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર’ ઉપરાંત બીજા અનેક ગ્રંથો અહીં આઠમી-નવમી સદીમાં તાડપત્રો ૫૨ લખાયેલ છે. ગાંભુ ગામમાં બિરાજમાન શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ સવા વીસ ઈંચની છે.
સૈકાઓ પૂર્વે ગાંભુ ગામ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું નગર હતું. વિક્રમની દશમી (વિ.સં. ૯૫૬) સદીમાં યક્ષદેવના શિષ્ય પાર્થનાગે
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ
૭૩