________________
‘ના ભાઈ...ના... મારે કોઈ જ્યોતિષીના ચક્કરમાં પડવું નથી. અગાઉ એક જ્યોતિષીએ મને કહેલું કે તમારા નસીબમાં ભણતર જ નથી. મેં તેના જોષ ખોટા પાડીને બતાવ્યા. બસ ત્યાર પછી થી હું કોઈ જ્યોતિષી પાસે ગયો નથી.’
તો પછી શું કરીશ ?
કરવાનું શું હોય ? ઈન્ટરવ્યુ આપતો રહીશ ક્યારેક તો સફળતા મળશે ને ! ૨મણિકે મક્કમ સ્વરે કહ્યું.
‘રમણિક, તું તો જૈન છે. એકવાર શંખેશ્વર દર્શન કરી આવ.’ તારા બધા પ્રશ્નોનો નિકાલ આવી જશે. શંખેશ્વર અત્યંત જાગ્રત તીર્થસ્થાન છે. ‘મને શંખેશ્વર જવાની ઈચ્છા છે તું મારી સાથે આવીશ.’
હું આવું ખરો પણ શનિવારે અને રવિવારે રાત્રે પાછા ફરવું પડશે. હિતેશ બોલ્યો.
એમજ થયું.
બંને મિત્રો શનિવારે બપોરે એક વાગે નીકળી ગયા અને સાંજના છ વાગે પહોંચી ગયા. તેઓ બંને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામની ધર્મશાળામાં ઉતર્યાં. રસ્તામાં પૂરો નાસ્તો કર્યો હોવાથી બંનેને ભૂખ રહી નહોતી. ભોજનશાળા પણ બંધ થઈ ગઈ હતી.
બંને ધર્મશાળાની રૂમમાં ઉતર્યાં. સર્વ પ્રથમ બંનેએ સ્નાન કર્યુ. નવા વસ્ત્રો પહેરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયના દર્શનાર્થે ગયાં.
બંનેએ મૂળનાયકને વંદન કર્યાં પછી ભમતી ફરી અને દર્શન કર્યાં. તેમાં ૨મણિકને છઠ્ઠી દેરીમાં બિરાજમાન શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ખૂબજ ગમી. ત્યાં તેના પગ રોકાઈ ગયા. હિતેશ તો દર્શન કરીને બહાર ઓટલા પર બેઠો મિત્રની પ્રતિક્ષા કરવા લાગ્યો હતો.
૨મણિકે શ્રી જોટીંગજી પાર્શ્વનાથ પ્રભુની સામે એકીટશે જોવા લાગ્યો અને મનોમન પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ, મારા કામમાં અડચણ કેમ આવે છે ? મને લેક્ચરરની નોકરી સરસ રીતે મળી જાય તો હું આપના
૭૧
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ