________________
જ અસ્પષ્ટ બોલતો હતો. તેના માતા-પિતા મિહિરભાઈ અને જ્યોત્સનાબેને અનેક ડોક્ટરોને બતાવ્યું પણ કોઈ નિદાન કરી શકતું નહોતું. મિહિરભાઈએ પોતાના પુત્રની તોતડાતી જીભની સારવાર માટે ખૂબ દવાઓ કરી પરંતુ કોઈ ઉપાય કારગત નીવડ્યો નહિ. છેવટે કંટાળીને બધા પ્રયોગો બંધ કરી દીધા અને ભાગ્યમાં હશે તેમ થશે તેમ માનીને દિવસો પસાર કરતાં હતા.
તેમાં એક દિવસ તેમને ત્યાં મુંબઈના મહેમાન આવ્યા. તેનું નામ દિલીચંદભાઈ હતું. તેઓ ઘણા વર્ષો પછી આવ્યા હતા. વેપાર ધંધાના કારણે તેઓ મુંબઈ છોડી શક્યા નહોતા. મિહિરભાઈની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરીને તેઓ આવ્યા હતા. મિહિરભાઈ તે દિવસે ઓફિસેથી વહેલાં ઘેર આવી ગયા.
જ્યોત્સનાબેન અને મિહિરભાઈએ દલીચંદભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ. દલીચંદભાઈ પતિ-પત્નીની લાગણી જોઈને ભાવવિભોર બની ગયા હતા.
દલીચંદભાઈએ પૂછયું : “મિહિરભાઈ, તમારો પુત્ર દેખાતો નથી ? હવે તો તે મોટો થઈ ગયો હશે ?'
હા... આઠ વર્ષનો થયો છે. તે હમણાં જ સ્કૂલેથી આવવો જોઈએ.”
બન્ને મિત્રો વાતોએ વળગ્યા. લગભગ અર્ધા કલાક પસાર થઈ ગઈ ત્યાં શૈલેષ સ્કૂલેથી પાછો ફર્યો.
શૈલેષે જોયું કે ઘરમાં કોઈ મહેમાન આવ્યું છે એટલે તેણે પોતાની સ્કૂલ બેગ યથા સ્થાને મૂકીને દલીચંદભાઈ બેઠા હતા ત્યાં આવ્યો અને વંદન કરીને કહ્યું : ‘જય જિનેન્દ્ર !”
શૈલેષ તોતડી ભાષામાં બોલ્યો હતો. દલીચંદભાઈને ભારે નવાઈ લાગી છતાં તેમણે પૂછયું: ‘તારૂ નામ શું?'
શૈલેષ' ની સ્કૂલે ગયો હતો?’
હા... હવે હું રમવા જઈશ.” શૈલેષ તોતડી ભાષામાં બોલ્યો. દલીચંદભાઈ શૈલેષના શબ્દો સમજી ગયા હતા. શૈલેષ ત્યાંથી નીકળીને રમવા ચાલ્યો ગયો.
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ