________________
મિહિરભાઈ, જયોત્સનાબેન તથા શૈલેષે શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધાથી સેવા-પૂજા કરી. ત્યાર પછી ચૈત્યવંદન કર્યું અને શ્રી ગંભીરા પાર્શ્વનાથજીનું સ્તવન ગાયું.
મિહિરભાઈ અને જ્યોત્સનાબેને ખરા હ્મયથી શૈલેષ માટેની પ્રાર્થના કરી. લગભગ ૪૫ મિનિટ જેવો સમય પસાર થઈ ગયો. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં સેવા-પૂજા કર્યા પછી સૌ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા માટે ગયા અને ત્યાં પણ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી.
જ્યારે તેઓ સૌ ધર્મશાળામાં આવ્યા ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. સૌ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ભોજનશાળામાં ભોજન માટે ગયા. આ ભોજનશાળામાં સાત્વિક અને શુધ્ધ ભોજન પીરસવામાં આવતું હોય છે. સૌએ ભોજન ગ્રહણ કર્યું. ત્યાર પછી રૂમ પર આવ્યા.
મિહિરભાઈ બોલ્યા: “આજે પ્રભુની સેવા પૂજામાં અતિ આનંદ આવ્યો... આટલી શાંતિથી ક્યારેય સેવા-પૂજા કરી નથી. આ લાભ તમને મળે છે દલીચંદભાઈ !”
દલીચંદભાઈ એ હસતાં હસતાં કહ્યું : “મિહિરભાઈ, આજે શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુ તથા અન્ય પ્રભુની પૂજા કરવાનું તમારા ભાગ્યમાં જ લખાયું હતું. જ્યારે મનની પ્રસન્નતા વધે ત્યારે હૈયાનો ભાર ઓછો થઈ જાય છે.' | ‘આપણે ક્યારે પાછા ફરવું છે?” જ્યોત્સનાબેન બોલ્યા.
આપણે ચાર વાગે નીકળીએ... થોડીવાર આડે પડખે થઈએ'. દલીચંદભાઈ બોલ્યા. આ છે આમ થોડીવાર આરામ કરીને સૌ બપોરના સાડાચાર વાગે અમદાવાદ જવા રવાના થયા, તે પહેલાં જિનાલયમાં જઈને દર્શન-વંદન કરી આવ્યા.
સૌ અમદાવાદ આવ્યા. દલીચંદભાઈ બીજે દિવસે મુંબઈ જવા રવાના થયા.
એ આમને આમ પંદર દિવસ વીતી ગયા. શૈલેષના અવાજમાં કશો ફરક જણાતો નહોતો. આથી મિહિરભાઈ અને
શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ