________________
જોટીંગજી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરતાં મનમાં ધારણા કરી કે મારી પુત્રી બિજલનું આ મહિનામાં ઉચિત પાત્ર સાથે ગોઠવાઈ જશે તો આપના દર્શનાર્થે આવીશ.
દામિનીબેને ખરા હૃદયથી પ્રાર્થના કરી હતી. તેઓ ભાવ વિભોર બની ગયા હતા. તેમની આંખોમાંથી અશ્રુઓ ટપકી પડયા હતા. અશ્વિનભાઈ અન્યત્ર પૂજા કરતાં હતા.
દામિનીબેને ત્યાં ચૈત્યવંદન કર્યું. સુમધુર સ્વરે સ્તવન ગાયું. તેમણે અંતરના અનેરા ભાવથી ભક્તિ કરી હતી.
બંને એ દરેક ભગવાનની પૂજા કરી હતી. ત્યાર પછી બંને રૂમ પર આવ્યા અને વડોદરા જવાની તૈયારી કરવા લાગ્યા. બપોરે ભોજનશાળામાં ભોજન કરીને એક કલાક રૂમમાં આરામ કરીને વડોદરા જવા નીકળી ગયા. રાત્રે વડોદરા પહોંચી ગયા.
આઠ દિવસ પસાર થઈ ગયા. બિજલ માટે કોઈ વાત આવી નહોતી. નવમા દિવસે વડોદરાનું જ ઠેકાણું આવ્યું. અશ્વિનભાઈ સામે વાળાને જાણતાં હતા. તેમણે દામિનીને કહ્યું- બિજલ માટે આ ઠેકાણું ખૂબજ સરસ છે. પ્રદીપચંદ્રના પુત્ર રશ્મિનને મેં જોયો છે. એકદમ સરસ છે. ભણેલો છે. તેમજ પિતાની ફેક્ટરી સંભાળે છે.
બીજે દિવસે મીટીંગ થઈ. બંને પરિવારને આ સંબંધ બંધાય તો ખુશી ઉપજે તેમ હતી. પરંતુ મુખ્ય પ્રશ્ન છોકરા-છોકરીનો હતો.
ત્રણ મીટીંગ પછી રશ્મિને હા પાડી. બિજલે પણ હા પાડી. અને ગોળધાણા ખાવામાં આવ્યા. શ્રીફળ વિધિ યોજાઈ.
દામિનીબેનને થયું કે મેં કરેલી પ્રાર્થના નિષ્ફળ નથી ગઈ. તેઓ શ્રીફળવિધિનો પ્રસંગ પૂરો થયો કે બીજે જ દિવસે અશ્વિનભાઈને લઈને એક દિવસ માટે શંખેશ્વર આવ્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રભુને દર્શન-વંદન-સેવા-પૂજા કરી.
૬૯
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ