________________
જાહોજલાલી નષ્ટ પામી ગઈ. માત્ર ખંડેરો ઉભા રહી ગયા. એ ખંડેરો વીતેલા જમાનાની સમૃધ્ધિની ચાડી ખાતા હતા.
થોડા સમય પછી વીરમપુર ફરીને વિકાસ પામ્યું. અહીંના પ્રાચીન જિનાલયોનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. આ જિનાલયમાં બિરાજમાન કરવા માટે પ્રતિમાજીની શોધખોળ શરૂ થઈ ત્યારે એક સુશ્રાવકને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં કાલીદ્રહમાં છૂપાવવામાં આવેલ પ્રતિમાજીઓની જાણકારી આપી.
આમ કાલીદ્રહમાં છૂપાવવામાં આવેલી પ્રતિમાજીઓને વીરમપુર લાવવામાં આવી અને વિ.સં. ૧૪૨૯ માં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ રચીને પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ જિનાલયમાં મૂળનાયક પદે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ને ગાદીનશીન કરવામાં આવ્યા. પ્રતિમાજી મૂળ નાકોર નગરના હોવાથી “શ્રી નાકોડા પાર્શ્વનાથ' ના નામથી પ્રસિધ્ધ પામ્યા. હવે તો વીરમપુર પણ નાકોડા નામથી જાણીતું થયું છે.
સંવત ૧૫૬૪ માં સદારંગ નામના શ્રેષ્ઠીએ આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. સત્તરમાં સૈકા સુધી આ નગર સમૃધ્ધ રહ્યું હતું. પણ પછી આ ગામની આબાદી નષ્ટ થઈ.
વીરમપુરનું નામ મેવાનગર કયારથી જાણીતું થયું તેની કોઈ નોંધ મળતી નથી. સત્તરમાં સૌકામાં અહીં પલ્લીવાલ ગચ્છના જૈન પરિવારો મોટી સંખ્યામાં વસતા હતા તેવા ઉલ્લેખો મળેછે.
આજે શ્રી નાકોડા તીર્થનો મહિમા અપૂર્વ છે. વર્ષભર હજારો યાત્રિકોની અવરજવર રહે છે. અહીં બે ત્રણ વિશાળ ધર્મશાળાઓ આધુનિક સગવડો સાથેની છે.
શ્રી નાકોડાજી તીર્થમાં દર વર્ષે પોષ દશમીના ભવ્ય મેળો ભરાય છે. ત્યારે ભારતભરમાંથી યાત્રિકો અહીં ઉમટી પડે છે. શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૩૪