________________
દલીચંદભાઈનો શ્વાસ બેસી ગયો. હવે શું કરવું ? એક કરોડ જેવી રકમ વ્યાજે લીધી છે. હવે ભરપાઈ શી રીતે કરવી ? શેર બજારમાં પોતાની શાખ જળવાઈ રહે તેથી તરતજ તેમણે પોતાનો ફલેટ વેચી નાંખ્યો અને અડધી રકમ ભરપાઈ કરી દીધી. તેઓ ભાડાના ફલેટમાં રહેવા ચાલ્યા ગયા. ગાડી. ઝવેરાત, દાગીના બધુ વહેંચી નાખ્યું. ફીક્સ ડીપોઝીટો વગેરે વટાવીને માંડ માંડ એક કરોડની રકમ ભરપાઈ કરી શક્યા.
ટૂંકમાં દલીચંદભાઈ રસ્તા પર આવી ગયા હતા. તેમની પત્ની મૃદુલાબેને આશ્વાસન આપ્યું. ક્યારેક આવું બને છે. આપણાં ભાગ્યમાં દુઃખ લખ્યું હોય તો આવ્યા વગર રહેતું નથી. આપ હિંમત હારશો નહી.
‘મૃદુલા, હું શું કરૂં ? મારી તો મતિ મુરઝાઈ ગઈ છે. જ્યારે આ કંપની ફડચામાં ગઈ તેવું સાંભળ્યું ત્યારે તો આપઘાત કરવાનો વિચાર આવી ગયો હતો. પરંતુ ત્યારે મને તમારા બધાનો વિચાર આવ્યો અને પગ રોકાઈ
ગયા.
હવે એ બધું ભૂલી જાઓ. આપણે ભલે રસ્તા પર આવી ગયા પણ કોઈની રકમ બાકી રાખી નથી. આપણી શાખ હજુ એવીને એવીજ રહી છે.’
‘મૃદુલા, મને થાય છે કે આપણે શંખેશ્વરની યાત્રા કરી આવીએ. મનની શાંતિ ત્યાં વગર નહીં મળે.
અને બીજે જ દિવેસ દલીચંદભાઈ અને મૃદુલાબેન શંખેશ્વર જવા નીકળ્યા. મુંબઈ થી સીધા અમદાવાદ આવ્યા અને અમદાવાદથી શંખેશ્વર જવા એસ.ટી. બસ પકડી અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં આવી પહોંચ્યા. તેમણે ધર્મશાળામાં એક રૂમ લીધી. મોડી રાત હતી, એટલે બંને પતિ-પત્ની શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને નિદ્રાધીન થઈ ગયા.
બીજે દિવસે વહેલી સવારે બંને ઉઠયા. પ્રાતઃ કાર્ય સંપન્ન કરી, પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં આવ્યાં.
૪૭
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ