________________
અરૂણભાઈનું સંકટ ટળ્યું..... નવસારીમાં રહેતા જૈન શ્રાવક અરૂણભાઈ શાહ અને તેમના પત્ની રેખાબેન દરરોજ ધર્મ આરાધના કરતાં હતા. અરૂણભાઈની ઉંમર ૪૫ વર્ષની હતી. અને રેખા બેન ૪૩ વર્ષના હતા. તેમને સંતાનોમાં એક પુત્ર જ હતો. તેનું નામ વંદન હતું. વંદન ધોરણ ૧૦માં આવ્યો હતો. અરૂણભાઈ સરકારી નોકરી કરતાં હતા. તેઓ ખૂબજ ઈમાનદારી અને પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવતા હતા.
અરૂણભાઈએ જે ટેબલ પર બેસીને કામ કરતાં હતા તે ટેબલ ઉપર લાખો રૂપિયા રળી શકાય તેવું હતું પરંતુ પ્રમાણિક સ્વભાવ ધરાવતાં અરૂણભાઈ પોતાનું કાર્ય નિષ્ઠાથી કરતાં, કોઈ બે પૈસા આપવાનું કહેતો ગુસ્સે થઈ જતાં. સ્ટાફમાં તેમની છાપ શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેની હતી. છતાંય કેટલાંક ભ્રષ્ટાચારી અધિકારીઓને અરૂણભાઈની પ્રમાણિકતા ખટકતી હતી. તેવા અધિકારીઓ અરૂણભાઈની અન્યત્ર બદલી થઈ જાય તેવા પ્રયાસો કરતાં હતા.
એક દિવસ અરૂણભાઈની ઓફીસના એક ભ્રષ્ટાચારી અધિકારીએ અરૂણભાઈ શાહને ફસાવવાનો કિમીયો રચ્યો. અરૂણભાઈ ઓફીસમાં આવે તે પહેલાં તેના ટેબલના ખાનામાં દસ હજાર રૂપિયા મૂકી દીધાં.
અરૂણભાઈ ઓફીસમાં આવ્યા ત્યારે તે અધિકારીએ સ્ટાફમાં કાગારોળ મચાવી હતી કે મારી બેગમાંથી દશ હજાર રૂપિયા ચોરાઈ ગયા છે. ઓફીસે આવ્યો ત્યારે તેમાં હતા. અત્યારે નથી.
તે ભ્રષ્ટ અધિકારી બધાની બેગ તપાસતો હતો. તેણે અરૂણભાઈનું ટેબલ તપાસ્યું અને તેમાંથી દશ હજાર રૂપિયા નીકળ્યા.
ભ્રષ્ટ અધિકારીએ સ્ટાફમાં કહ્યું મારા પૈસા અરૂણેજ ચોર્યા હતા. હું પોલીસ ફરિયાદ કરીશ.
અરૂણભાઈ જરાય ગભરાયા નહિ તેમણે હિંમત પૂર્વક કહ્યું : ભાઈ, હું તો હજુ ઓફીસમાં પગ મુકું છું. મારા ટેબલ પર બેઠો નથી. હું ત્યાં બેસું તે
શ્રી સંwહરણજી પાર્શ્વનાથ
૫૬