________________
એવું કશું પૂછયું નથી,’ રેખા બોલી. રેખાએ તરતજ પચાસ હજાર રૂપિયાનું બંડલ અરૂણના હાથમાં આપી દીધું. | અરૂણતો રાજી-રાજી થઈ ગયો. તેણે મનોમન, શ્રદ્ધા પૂર્વક શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થધામમાં બિરાજમાન શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભને વંદન કર્યા.
અરૂણભાઈએ બીજે જ દિવસે પોતાની ઓફીસમાં મોટા સાહેબને રૂપિયા પચાસ હજાર આપી દીધા. મોટા સાહેબે પૂછ્યું : અરૂણ, તે વ્યવસ્થા કઈ રીતે કરી?
ત્યારે અરૂણ બધી વાત કરી અને શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુની વાત પણ કરી, તેમની કૃપા થી જ સંકટ ટળ્યાનું જણાવ્યું.
એજ રાત્રે અરૂણ-રેખા અને વંદન મુંબઈથી શંખેશ્વર જવા માટે ટ્રેન દ્વારા નીકળી ગયા અને શંખેશ્વર પહોંચીને શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન અને સેવા-પૂજા કરીને માથું ટેકાવ્યું. શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુનો મહિમા અપરંપાર છે.
| મંત્ર આરાધના • ૩ૐ હ્રીં શ્રીં સંકટહરણ પાર્શ્વનાથાય નમઃ
આ મંત્રની માળા દરરોજ એકવાર સવારના સમયે ગણવી. સ્થાન અને સમય જળવાય તેનો ખ્યાલ રાખવો. મંત્ર જાપથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં સંકટહરણ પાર્શ્વનાથાય નમો નમઃ દરરોજ સવારે એકમાળા નિશ્ચિત સ્થાન પર બેસીને કરવી. સમય એકજ રાખવો. શ્રદ્ધા અને ભક્તિથી આ જાપ કરવામાં આવે તો આવતાં સંકટો દૂર થાય છે. સર્વકાર્યોમાં સિદ્ધિ મળે છે.
શ્રી સંwહરણજી પાર્શ્વનાથ