________________
セ
બેંકમાં પૈસા ભરવા આવ્યા હતા ત્યારે તેમની રકમ ચોરાઈ ગઈ હતી તે મળી જતાં આપવા આવ્યો છું. આ લ્યો...રૂપિયા પચાશ હજાર ગણી લેજો ...’ આમ કહીને તે માણસે રૂપિયા પચાશ હજાર રેખાબેનના હાથમાં મૂક્યાં.
Pa
fjoi
રેખાબેને તે રકમ લઈ લીધી હતી.
તે માણસ તરત જ ત્યાંથી નીકળી ગયો.
સાંજ સાત વાગે અરૂણભાઈ પોતાના ઘેર પાછા ફર્યા. તેમના વદન પર નિરાશાના વાદળો હતા. ત્રણ દિવસ થઈ ગયા હતા. આવતી કાલે ગમે તેમ રીતે અરૂણભાઈને રકમ જમા કરાવવાની હતી. તેમણે અનેક જગ્યાએ ઉછીની રકમ માટે મહેનત કરી જોઈ પણ ક્યાંય મેળ પડયો નહોતો.
આથી તેઓ નિરાશવદને ઘેર પાછા ફર્યાં હતા. તેમણે ઘરમાં પ્રવેશતાજ વેંત પત્નીએ કહ્યું : ‘રેખા, હું હિંમત હારી ગયો છું. કોઈ મને મદદ કરવા તૈયાર થતું નથી. કાલે તો મારે ગમે તે પ્રકારે રકમ જમા કરાવવી પડશે. કાલ સવારે તારા દાગીના ગીરવે મૂકીને વ્યાજે પૈસા લેવા પડશે.’
રેખાબેન હસી પડ્યા.
અરૂણભાઈને નવાઈ લાગી અને કહ્યું : ‘રેખા, તને હસવું કેમ આવ્યું? અત્યારે મારી પરિસ્થિતિ અત્યંત દયાજનક છે. અને તું આમ હસે છે ?’
‘શું કરૂં ? હસવું આવી ગયું. હવે તમારી ચિંતા ટળી ગઈ છે. શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુએ આપણા સામે જોયું છે. આવતીકાલ રાત્રે જ આપણે મેલમાં નીકળીએ છીએ. અમદાવાદ પહોંચીને શંખેશ્વર જવાનું છે.’
‘પણ હજું મારૂં સંકટ ક્યાં દુર થયું છે ?
તમારૂં સંકટ દૂર થઈ ગયું છે. તમે જે બેંક માં પૈસા ભરવા ગયા હતા તેનો માણસ રૂપિયા પચાશ હજાર આપી ગયો છે. તેણે કહ્યું કે બેંક માંથી આ રકમ મળી ગઈ છે. તે માણસ રકમ આપીને ચાલ્યો ગયો.
‘તેનું શું નામ હતું ?’
શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ
૬ ૧