________________
જિનાલયમાં ચાર કમાન, નવ તોરણ, અને છતની કોતરણી દર્શનીય અને કલાત્મક છે. પ્રાચીન ગ્રંથોમાં, પ્રાચીન રચનાઓમાં આચાર્ય ભગવંતો, મુનિરાજો, કવિઓએ આ તીર્થની સ્તવના ગાઈ છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં શ્રી જોટીગંજી પાર્શ્વનાથ
મુંજપુર થી શંખેશ્વર ૬.૫ માઈલના અંતરે આવેલું છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસદ તીર્થ અત્યંત દર્શનીય છે. અહીં ૧૦૮ પાર્શ્વનાથપ્રભુજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. મુક્ત વાતાવરણ અને પર્યાવરણની દ્રષ્ટિએ આ તીર્થધામ અત્યંત રમણીય છે. શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે. આ તીર્થધામની યાત્રાએ આવનાર યાત્રી સંસારના બંધનોથી મુક્ત થઈને માત્ર પ્રભુમય બની જાય છે. આ તીર્થધામમાં રહેવાજમવાની વ્યવસ્થા છે. સુંદર અને બધી સગવડો સાથેની ધર્મશાળા છે. ભોજનશાળામાં સાત્વિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. આ તીર્થ ખરા અર્થમાં ભક્તિનું ધામ છે, જ્યાં માત્ર શ્રદ્ધા અને પ્રેમની સરિતા વહે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાતીર્થમાં છઠ્ઠી દેરી શ્રી જોટીંગડા પાર્શ્વનાથ કે ઝોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની છે. કે આ દેરીમાં શ્રી ઝોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ પ્રતિમાજી છે. આ પ્રતિમાની ઉંચાઈ૩૧ ઈંચની છે. પ્રતિમાજી શ્વેતવર્ણની છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામમાં છઠ્ઠી દેરી (ભમતી) માં બિરાજમાન શ્રી ઝોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત મનોહર અને દર્શનીય છે.
મહિમા અપરંપાર
દામિનીબેનની મનોકામના પૂર્ણ થઈ.
વડોદરાના અશ્વિનભાઈ દેસાઈનો પરિવાર અત્યંત ધર્મિષ્ઠ. વર્ષમાં બે
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ
ξε