________________
ચોવીશીના બિંબો ભરાવ્યાના ઉલ્લેખ ‘સોમ સૌભાગ્ય’ કાવ્યમાં દર્શાવાયા છે. શ્રી સોમસુંદરસૂરિજી મહારાજાએ પ્રતિષ્ઠા કરાવી હતી. આ મુર્ફિંગનગર તે હાલનું મુંજપુર હોવાનું માનવામાં આવે છે.
સંવત ૧૫૬૯ કુતુબપુરા પક્ષીય તપાગચ્છાધિરાજ શ્રી ઈન્દ્રનંદસૂરિના ઉપદેશથી મુજિંગપુરના શ્રી સંઘે નાડલાઈના જિનાલયમાં દેવકુલિકાઓ કરાવી એવું એક શિલાલેખ દ્વારા જાણી શકાય છે.
મુંજપુરમાં ત્રણ જિનાલયો હોવાનો ઉલ્લેખ છે. વિ.સં. ૧૬૪૮ માં આચાર્ય ભગવંતશ્રી લલિતપ્રભસૂરિજી મહારાજે રચેલી ‘પાટણ ચૈત્ય પરિપાટી' માં ત્રણ જિનાલયોનો ઉલ્લેખ કરાયો છે. મુંજપુરમાં શ્રી જોટીંગડા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય હોવાની નોંધ સંવત ૧૯૬૭ માં રચાયેલા એક સ્તવનમાં છે. આજે તો જોટીંગડા કે ઝોટીગંજી પાર્શ્વનાથનું સ્વતંત્ર જિનાલય નથી. ત્રીજું દેરાસર ક્યારે નાશ પામ્યું તેમજ પ્રતિમાજીને ક્યારે આ દેરાસરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી તેની જાણકારી ઉપલબ્ધ નથી.
સંવત ૧૭૧૫ થી ૧૭૬૪ વચ્ચે ધર્મઝનુની ઔરંગઝેબ ના શાસનકાળમાં તેના આદેશ થી અમદાવાદના સૂબાએ મુંજપુરના ઠાકોર હમીરસિંહને યુદ્ધમાં મારી નાંખ્યો અને તે સમયે આ મંદિર તોડી નાખવામાં આવ્યું હોવાનું મનાય છે. અને પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી શ્રી શાંતિનાથ જિનાલયમાં પધરાવી હશે તેમ કહી શકાય. ગામના નામ પરથી આ પાર્શ્વનાથ ને ‘શ્રી મુંજપુરા પાર્શ્વનાથ ’ કહે છે. પરંતુ જોટીંગડા કે ઝોટીગંજી પાર્શ્વનાથ વધારે જાણીતું છે. ST
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના સમયની છે. શ્રી શાંતિનાથજીનું જિનાલય ૪૦૦ વર્ષ થી વધારે પ્રાચીન છે.
અહીં બીજું શ્રી ગોડી પાર્શ્વનાથનું બે મજલાનું શિખર બધી જિનાલય છે. અહીં દર વર્ષે માગસર સુદ-૧૧ ના શ્રી શાંતિનાથ જિનાલયની સાલગિરી ઉજવાય છે. સંવત ૨૦૦૧ માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો.
૬૫
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ