________________
પોર્ટફોલીયામાંથી રૂપિયા પચાશ હજાર સેરવી લીધા હતા. તે આ રકમ લઈને ઘેર આવ્યો હતો. તેની પત્નીએ આટલી મોટી રકમ ક્યાંથી મળી તેવો પ્રશ્ન કર્યો ત્યારે તેણે બધી વાત કરી.
તમે જેના પોર્ટફોલીયોમાંથી રકમ કાઢી લીધી તેને ઓળખ્યો છે. ‘હા...તેનું નામ અરૂણભાઈ શાહ છે. આ રકમ તો મેં મારા સાહેબના કહેવાથી જ ચોરી છે. હવે આ રકમ આપણે બેંકમાં ભરી દઈએ.’
ના...એમ કરવું નથી . બિચારા અરૂણભાઈની હાલત કેવી કફોડી થઈ હશે ? તમે એના પૈસા એના ઘેર જઈને આપી આવો. આવું કામ કરવાની કમતિ તમને કેમ સુઝી ?
‘હવે એવું બધું ન વિચારાય ! તું પણ ગાંડી છે .’
ના...તમને મારા સમ છે... તમે આ રકમ તેના ઘેર જઈને આપી આવો... તેની પત્નીએ ભારપૂર્વક કહ્યું.
‘પણ...હું તેમની પાસે કયા મોઢે જાઉં ?’
‘એ હું કંઈ ના જાણું... આ રકમ ફરીથી અરૂણભાઈના હાથમાં સોપીં દો અને માફી માગી આવો.’
તે માણસને પણ થયું કે મેં એક સજ્જન માણસને ફસાવ્યા છે. મારી પત્નીની વાત સાચી છે. મારા સાહેબને આ વાત કર્યા વગર અરૂણભાઈને ત્યાં જઈ આવું. અને તેઓ ન હોયતો તેમના પત્નીને આ રકમ આપી આવું.
તે માણસ રૂપિયા પચાશ હજાર લઈને અરૂણભાઈના ઘેર ઉપડયો. તેણે અરૂણભાઈનું ઘર જોયું હતુ. તે જ્યારે અરૂણભાઈના ઘરે પહોંચ્યો ત્યારે અરૂણભાઈ આવેલા નહોતા. તેણે ડોરબેલ વગાડી. રેખાબેને દરવાજો ખોલ્યો. સામે ઉભેલા માણસને જોઈને પૂછ્યું: ‘બોલોભાઈ કોનું કામ છે. અરૂણભાઈનું...! તેઓ છે...!’
‘ના... હજુ આવ્યા નથી. અર્ધો કલાક પછી આવશે.’ ‘મારૂં એક કામ કરશો. હું બેંકમાંથી આવું છું. બે દિવસ પહેલાં તેઓ
FO
શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ