________________
અરૂણભાઈ તે રકમ પોતાના હાથમાં લીધી અને બેંકમાં ગયાં, ત્યાં ભ્રષ્ટ અધિકારીનો એક માણસ અગાઉથી પહોંચી ગયો હતો. તેણે યેનકેન પ્રકારેણ અરૂણભાઈના પોર્ટફોલીયામાંથી તે રકમ સેરવી લઈને રફુચક્કર થઈ ગયો. અરૂણભાઈને કશી ખબર જ ન પડી. જ્યારે કાઉન્ટર પર રકમ ભરવાનો ક્રમ આવ્યો ત્યારે તેમણે પોતાનો પોર્ટફોલીયો ખોલ્યો તો રકમ ગાયબ થયેલી જોવા મળી. તેમને ધ્રાસ્કો પડયો. તેમણે આમ-તેમ બધેય જોયું પણ ક્યાંય ૨કમ જોવા મળે નહિં. તેમણે બેંક મેનેજરને જણાવ્યું કે મારા પોર્ટફોલીયોમાંથી રકમ ગાયબ થઈ ગઈ છે. બેંક મેનેજરે કર્મચારીઓ મારફત તપાસ કરાવી, પરંતુ ક્યાંયથી તે રકમ ન મળી.
અરૂણભાઈ નિરાશવદને પાછા ફર્યા અને ઓફીસમાં આવીને મોટા સાહેબને બધી વાત કરી. મોટા સાહેબે અરૂણભાઈને ઠપકો આપ્યો કે તમે કોઈ કામ ધ્યાનથી કરતાં જ નથી. આ રકમ હવે તમારે ભરવી પડશે.
અરૂણભાઈ કરગર્યા, સાહેબ, આટલી મોટી રકમ હું ક્યાંથી લાવી શકું? “એ તમારે જોવાનું, ચાર દિવસમાં સરકારના રૂપિયા જમા કરાવી દો. માટે બીજું કંઈ સાંભળવું નથી.” મોટા સાહેબે કહ્યું.
અરૂણભાઈનું મુખ લેવાઈ ગયું. તેઓ ચિંતામાં પડી ગયા. પચાસ હજાર જેવી રકમ ક્યાંથી મેળવવી? સાંજે પોતાના ઘરે પાછા ફર્યા. તેમના પત્ની રેખાબેન આજે પતિનું ઢીલું મોટું જોઈને સમજી ગયા કે ઓફીસમાં જરૂરી કંઈક બન્યુ લાગે છે.
રેખાબેને પૂછયું : અરૂણ, શું થયું? આજ તમારો ચહેરો, ઉતરેલો કેમ લાગે છે? શું ઓફીસમાં કંઈ માથાકુટ થઈ છે.
ના... આજે હું ઓફીસના પૈસા ભરવા બેંકમાં ગયો ત્યારે કોઈ ગઠિયો પોર્ટફોલીયોમાંથી તે રકમ ઉપાડી ગયો.” મોટા સાહેબે ચાર દિવસમાં રકમ ભરી જવા જણાવી દીધું છે.
ઓહ! કેટલા રૂપિયા હતાં?”
શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ
૫૮