________________
પચાસ હજાર રૂપિયા !' “ઓહ! તમે આટલી મોટી રકમ ક્યાંથી કાઢશો? ઓહ...કોઈ રસ્તો તો કાઢવો પડશે ને...' રેખાબેન બોલ્યાં. તેમાં
“મારી મતિ જ બંધ થઈ ગઈ છે. આટલા રૂપિયા ઉછીના પણ કોણ આપે ?' અરૂણે કહ્યું.
એક કામ કરો... શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થ છે. આપણે એકવાર ગયેલા છીએ. ત્યાં શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુની પાંચમી દેરી છે. તમે બાધા રાખો કે હું આ સંકટમાંથી આરપાર નીકળી જઈશ તો તત્કાળ દર્શન કરવા માટે આવીશ, રેખાબેને કહ્યું.
અરૂણભાઈએ પત્નીના સૂચન પ્રમાણે ખરા હૃદયથી શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં પાંચમી દેરીમાં બિરાજમાન સર્વના સંકટો હરનારા શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને આવેલા સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરી. ' અરૂણભાઈ પ્રાર્થના કરતાં કરતાં રડી પડયા અને સ્વગત બોલવા લાગ્યા. હે પ્રભુ, તારા સિવાય મારો કોઈ આશરો નથી. હું આ સંકટમાંથી નીકળી જઈશ તો હું અને મારા પત્ની આપના દર્શનાર્થે આવીશું.
અરૂણભાઈ પ્રાર્થના કર્યા પછી જ ભોજન કરવા બેઠાં. બીજે દિવસે અરૂણભાઈ ઓફીસમાં આવ્યા ત્યારે સ્ટાફમાં તેના નામની જ ચર્ચા થતી હતી. અરૂણભાઈ કોઈની સાથે વાતચીત કર્યા વગર પોતાના ટેબલ ઉપર જઈને બેસી ગયા.
સ્ટાફના કેટલાક કર્મચારીઓ તેની પાસે આવ્યા અને આશ્વાસન આપવા લાગ્યા. પેલા ભ્રષ્ટ અધિકારીને થયું કે અરૂણ હવે બરાબર સપડાયો છે. ગમેતેમ કરીને તેણે ત્રણ દિવસમાં રૂપિયા પચાસ હજાર ઓફીસમાં ભરવા જ પડશે. જોઈએ તે શું કરે છે.
આ તરફ ભ્રષ્ટ અધિકારીનો માણસ જેણે અરૂણભાઈના
શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ
(૫૯