________________
શ્રી સીમંધરસ્વામી મૂળનાયક રૂપે બિરાજે છે. આ જિનાલયમાં પ્રથમ માળના એક ગભારામાં શ્રી ગોડી પાર્શ્વનાથજી અને બીજામાં શ્રી સંકટહરણ પાર્શ્વનાથજી પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે.
જેસલમેર શ્રી સંઘે વિ.સં.૧૮૬૮ ના વૈશાખ સુદ-૩ ના આ મંદિરની પ્રતિષ્ઠા કરાવ્યાની પ્રશસ્તિ આજે પણ છે.
આ પ્રાચીન તીર્થના યશોગાન અનેક જૈનાચાર્યોએ કરેલાં છે. આગ્રામાં શ્રી સંકટભંજન પાર્શ્વનાથનું જિનાલય હોવાનો શ્રી સૌભાગ્ય વિજયજી મહારાજા એ તીર્થમાલા માં ઉલ્લેખ કરેલો છે. શ્રી સંકટહરણ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ (પેઢી), શ્રી સુપાર્શ્વનાથ જે. જૈન મંદિર, કોઠારી પાડો, જેસલમેર (રાજ.) | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમા |
શ્રી સંકટહરણ પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તેજોમય અને અલૌકિક પ્રતિમાજીઓ બિરાજમાન છે. તીર્થધામમાં શ્રી સંકટહરણ પાર્શ્વનાથની પ્રતિમાજી પાંચમી દેરીમાં સ્થિત છે. અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ૩૧ ઈંચ ઉંચાઈ છે. પ્રતિમાજી પણ પદ્માસનસ્થ છે.
મહિમા અપરંપાર શ્રી સંકટહરણ પાર્શ્વનાથ એટલે સંકટહરનારા પાર્શ્વનાથજી પ્રભુ. શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ શ્રી પાર્શ્વ પ્રભુની ભક્તિ કરનારા ભક્તોના સંકટો હરે છે. મુશ્કેલીઓનું નિવારણ કરે છે. વિપત્તિઓ નષ્ટ કરે છે. શ્રી સંકટહરણ પાર્શ્વનાથની ભક્તિ કરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે.
શ્રી સંહરણજી પાર્શ્વનાથ
૫૫