________________
શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ
રાજસ્થાનના જેસલમેર નગરમાં કોઠારીપાડો આવેલ છે. આ વિસ્તારમાં શ્રી સુપાર્શ્વનાથ જિનાલયના ઉપરના માળે શ્રી સંકટહરણ પાર્શ્વનાથજી પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
જેસલમેરમાં હાલમાં પાંચ જિનાલયો છે. દરેક જિનાલયો અતીતની ભવ્યતાના દર્શન કરાવે છે. ભદ્રારક ગચ્છના ઉપાશ્રયમાં શ્રી ગોડી પાર્શ્વનાથનું મંદિર છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. શ્રી સંકટહરણ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ જેસલમેર છે તે સિવાય શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની પાંચમી દેરીમાં શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી દિવ્યતાના તેજ પ્રસરાવે છે. શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ ભૂપાલસાગરની ૪૭. મી દેરીમાં શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
સંવત ૧૨૧૨માં રાણા જેસલે આ નગરી વસાવીને ફરતો કિલ્લો બંધાવ્યો હતો. કિલ્લામાં આઠ જિનાલય અને ગામમાં એક જિનાલય છે. સંકટ સમયે ૭૦૦૦ પ્રતિમાજી રક્ષણ માટે અત્રે આવેલ હતી. કલામય હવેલીઓથી જેસલમેર શોભી રહેલ છે. અહીં પ્રાચીન તાડપત્રીય ભંડાર સુરક્ષિત છે.
જેસલમેરના ઉલ્લેખો અનેક જગ્યાએ ઉપલબ્ધ છે. જેસલમેરમાં આવેલ શ્રી સંકટહરણ પાનાથજીની પ્રતિમા પાંચ ફણાથી યુક્ત છે. છ ઈંચની ઉંચી અને છ ઈંચ પહોળી છે. શ્યામ વર્ણના આ પ્રતિમાજી પાષાણના છે.
રાણા જેસલજીએ પોતાના નામથી જેસલમેર શહેરનું નિર્માણકાર્ય વિ.સં.૧૨૧૨માં કરેલું હતું. તેમના ભત્રીજા ભોજદેવ રાવળની રાજધાની લોદ્રા હતી. કાકા-ભત્રીજા વચ્ચે માથાકુટ થતાં જેસલજીએ લોદ્રવા ઉપર ચઢાઈ કરી. બંને વચ્ચે ધમસાણ યુદ્ધ થયું. તેમાં ભત્રીજો ભોજદેવ પરાજિત
થયો.
તે વખતે લોદ્રવામાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી જેસલજી
શ્રી સંwહરણજી પાર્શ્વનાથ
૫૩