________________
રાત્રે તેમણે અમદાવાદ ફોન કર્યો. સામેથી સ્ત્રીનો અવાજ સંભળાતા કલ્પનાબેન સમજી ગયા કે ભાભીનો જ અવાજ છે.
ભાભી, મારા ભાઈ કેમ છે? હું શંખેશ્વર જઈ આવી છું. ભાઈ વતી પ્રભુને પ્રાર્થના કરી છે. હવે જો જો, તેમની તબિયત સુધરી જશે.
બેન, તમારી લાગણી અને પ્રેમથી અવશ્ય તમારા ભાઈ સ્વસ્થ થઈ જશે.” ભાભી એ રડતાં રડતાં કહ્યું.
ત્રણ દિવસ પછી અમદાવાદથી ફોન આવ્યોઃ “બેન, તમારા ભાઈની તબિયતમાં અચાનક સુધારો થવા લાગ્યો છે. આજે તેઓ પોતાની જાતે પથારીમાં બેઠા થયા હતા.' “વાહ આ તો સરસ સમાચાર છે, કલ્પનાબેનને આંનદનો પાર ન રહ્યો.
અને પંદર દિવસમાં ચંપકભાઈ પથારીમાંથી ઊભા થયા અને બહાર જવા માટેની શક્તિ પણ મેળવી લીધી, તેમનું સ્વાથ્ય સુધરી ગયું હતું.
જ્યારે દવા કામ ન કરે ત્યારે દુઆ કામ કરે છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનું પરિણામ જોઈને કલ્પનાબેનના હૈયામાં શ્રદ્ધા વધારે અતુટ બની.
શ્રી પાર્શ્વનાથપ્રભુની સ્તુતિ નયનાનંદ આનંદ કહે પારસ જિન પ્યારા; નિલવરણ શિવસુખકરણ તરણ તારણહાર, પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણગાતા તારા.
ચૈત્યવંદન અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ઘણી, પાર્શ્વનાથ મહારાજ. ૧
થી
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ
૫૦