________________
ભાઈનું સ્વાસ્થ્ય સુધરી ગયું...
#jjus સુરેન્દ્રનગરમાં રહેતા કલ્પનાબેન તેમના ભાઈના સ્વાસ્થ્ય માટે ભારે ચિંતિત હતા. અમદાવાદમાં રહેતો તેનો ભાઈ ચંપક છેલ્લા ત્રણ મહિનાથી પથારી વશ હતો. ડોક્ટરોની દવાઓ ચાલતી હતી, પરંતુ કોઈ સુધારો વરતાતો નહોતો.
કલ્પનાબેન દ૨૨ોજ સવારે ભાઈની ખબર પૂછવા અમદાવાદ ફોન કરતાં ત્યારે ભાભી કહેતી કે તમારા ભાઈને હજું એમને એમ છે. દવાઓ ચાલે છે. પરંતુ કોઈ દવા માફક આવતી નથી. અહીંના સ્પેશ્યાલીસ્ટોને બતાવ્યું, પરંતુ કંઈ ખબર પડતી નથી કે શું કરવું ?
ત્યારે કલ્પનાબેને આશ્વાસન આપતાં કહ્યું: ‘ભાભી તમે ચિંતા કરતો નહિં. બધા સારા વાના થઈ જશે. આવતાં અઠવાડિયે હું શંખેશ્વર જવાની છું. તેમના વતી હું ભક્તિ કરીશ.’
‘બેન, તમારી ભક્તિ ફળે તેમ ઈચ્છું છું...' ભાભી બોલી.
આઠ દિવસ પછી કલ્પનાબેન શંખેશ્વર આવ્યા અને સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામ ખાતે આવ્યા અને એક રૂમમાં ઉતર્યાં.
બીજે દિવસે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં આવ્યાં. તેમણે અનેરા ભાવથી સેવા-પૂજા કરી. પછી તેઓ શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા ત્યાં તેમણે ચૈત્યવંદન કર્યું અને તેમણે પોતાના ભાઈનું સ્વાસ્થ્ય સુધરે તે માટેની ખરા હૃદયથી પ્રાર્થના કરી.
કલ્પનાબેને સ્તવન ગાયું. તેમની આંખોમાંથી ઝળઝળિયા ટપકવા લાગ્યા. તેઓ પ્રભુ ભક્તિમાં લીન બની ગયા. એક કલાક જેવો સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ નહિ. તેમણે ત્યાં બેસીને શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની માળા કરી જાપ કર્યાં.
ત્યાર પછી વંદન કરીને ઊભા થયા અને પોતાના ઉતારે આવ્યા. કલ્પનાબેન એજ દિવસે બપો૨ની બસ પકડીને સુરેન્દ્રનગર પાછા ફર્યાં.
૪૯
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ