________________
હૈયામાં ભક્તિનો ઉમંગ હતો. દલીચંદભાઈએ નિરાશા ખંખેરી નાંખી હતી. જીવનમાં ચડાવ-ઉતાર આવ્યા કરે છે. તે સત્ય તેઓ સમજતા હતા.
બંને પતિ-પત્નીએ દરેક ભગવાનની ભાવથી પૂજા કરીને શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા અને અનેરી શ્રદ્ધાથી ચૈત્યવંદન કર્યું. સ્તુતિ-સ્તવન ગાયું.
પ્રભુની ભક્તિ કરતાં દલીચંદભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ પ્રભુની સ્તુતિ કરતાં હતા. મૃદુલાબેન આ જોઈ ગયા. આથી તેઓ પણ ભાવ વિભોર બની ગયા. લગભગ અડધા કલાક સુધી બંને શ્રી પંચાસરાપાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે બેસી રહ્યાં. પછી ઉભા થયા અને પોતાના સ્થાને આવ્યાં.
બંને ભોજનશાળામાં જઈને ભોજન કરી આવ્યા, આમ તેઓ બે દિવસ રોકાઈને મુંબઈ પાછા ફર્યાં.
દલીચંદભાઈ શેરબજારમાં ગયા અને તેમણે નાના પાયે એક કંપનીના શેરનો સોદો કર્યો. તેના કલાકમાં પાંચ રૂપિયા વધ્યા અને વેંચી નાખ્યા. એમાં તેમને પાંચ હજાર રૂપિયા જેવી રકમ મળી.
આઠ દિવસમાં નાના-નાના સોદા કરીને દલીચંદભાઈ એક લાખ જેવી ૨કમ મેળવી લીધી. તેને થયું કે શ્રી પંચાસરાપાર્શ્વપ્રભુની ભક્તિ કરી તેનું જ આ પરિણામ છે.
આમને આમ છ મહિના પસાર થઈ ગયા. દલીચંદભાઈ ફરી ઉભા થઈ ગયા. તેમણે નવો ફલેટ અને ગાડી લઈ લીધી.
દલીચંદભાઈ અને મૃદુલાબેને નિયમ લીધો કે દર વર્ષે બે-વાર શંખેશ્વર જવું અને ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથભક્તિવિહાર તીર્થમાં જઈને શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવી.
શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનો મહિમા અનેરો છે.
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ
૪૮