________________
આ તીર્થધામમાં ભોજનશાળા, ધર્મશાળાની સર્વશ્રેષ્ઠ સુવિધા છે. તેમજ વિશાળ પટાંગણના કારણે યાત્રિકને બે-ચાર દિવસ પસાર કરવા સહજ બને છે. આજ-બાજુમાં વૃક્ષો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય, નયનરમ્ય પ્રતિમાજીઓ ભાવિકોના અંતરમનમાં ભક્તિ અને શ્રદ્ધામાં વધારો કરે છે. આ તીર્થધામમાં ચોથી દેરીમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજીત કરવામાં આવેલા છે.
આ તીર્થધામમાં જે કોઈ ભાવિક અનેરી શ્રદ્ધાથી અને ભક્તિથી સેવાપૂજા. કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.
મહિમા અપરંપાર મુંબઈના સુશ્રાવક દલીચંદભાઈ પારેખ જૈન ધર્મ પ્રત્યે પૂરી આસ્થા ધરાવતા હતા. તેઓ શેરના દલાલ તરીકેની કામગીરી બજાવતાં હતા. તેઓ વર્ષમાં એકવાર પોતાની પત્ની સાથે શંખેશ્વર આવતાં અને બે દિવસ રોકાઈને ભાવથી ભક્તિ કરતાં.
એકવાર શેર બજારમાંથી તેમણે કેટલાક શેરો ખરીદ્યા. તેમને હતું કે આ શેરની કિંમત છ મહિનામાં બે ગણી થઈ જશે. આથી બજારમાંથી મોટી રકમ વ્યાજે લીધી અને શેર ખરીદ્યા.
દલીચંદભાઈએ જે કંપનીના શેરો ખરીદ્યા તે પછી બે મહિના સુધી તેના ભાવોમાં એક-બે રૂપિયાની ચડ-ઉતર થતી. આથી તેમણે તે શેર સાચવીને મૂકી રાખ્યા હતા. દલીચંદભાઈ પોતે ખરીદેલા શેરની કંપની વિષેની રજેરજની માહિતી જાણતા હતા. રોજે-રોજ તેનો અભ્યાસ કરતાં હતા.
ચારેક મહિના પછી એ કંપનીએ દેવાળું ફૂંક્યુ. આ જાણ શેરબજારમાં થતાં ચહલ-પહલ મચી ગઈ. તે કંપનીના શેરના ભાવ સાવ ગગડી ગયા. પાણીના મૂલે વેચાતા તે શેર ખરીદવા કોઈ તૈયાર થતું નહોતું.
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ
૪૬