________________
જયસિંહ દેવ અને કુમારપાળના મંત્રી પૃથ્વીપાળે પોતાના માતા-પિતાના સ્મરણાર્થે આ જિનાલયમાં મંડપની રચના કરાવી. વસ્તુપાળ મંત્રીએ આ જિનાલયનો ઉદ્ધાર કરાવ્યો હતો. નાગેન્દ્ર ગચ્છના આચાર્યશ્રી વિજયસેનસૂરિજીએ આ તીર્થમાં વ્યાખ્યાનો આપ્યા હતા.
વિ.સં.૧૩૫૩ થી સં. ૧૩૫૬ સુધીનો સમય પાટણજ નહિ પરંતુ સમગ્ર ગુજરાત માટે કપરો નીવડયો. મુસ્લીમ આક્રમણખોરોએ અનેક જિનાલયોને ભારે નુકશાન પહોંચાડયું હતું. તેમાં પણ પાટણ બાકાત ન રહ્યું.
એ સમયે કરણ વાઘેલાનું શાસન હતું. બે દશકા બાદ પાટણની જાહોજલાલી પુનઃ ધબકતી થઈ. ‘વનરાજ વિહાર' જિનાલય જૂના પાટણમાં હતું. ત્યાંથી એ પ્રતિમાજીઓ નવા પાટણમાં ક્યારે અને કેવી રીતે આવી તેની કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. છેલ્લા જીર્ણોદ્વાર પહેલાંના મંદિરનું સ્થાપત્ય ૧૬ માં સૈકાનું હતું.
છેલ્લે સંવત ૧૯૯૮ માં જીર્ણોકૃત જિનાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને સંવત ૨૦૧૧માં પરમાત્માની પ્રતિમાજીઓનો જિનાલયમાં પ્રવેશ કરવામાં આવ્યો.
મુખ્ય મંદિરને ફરતી ૫૧ દેવ કુલિકાઓનું ખાતમુહૂર્ત સંવત ૨૦૧૩માં કરાવ્યું હતું અને આ દેવકુલિકાઓમાં સંવત ૨૦૧૬ ના જેઠ સુદ-૬ ના શુભ દિવસે જિન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ ભવ્ય જિનાલયના પ્રવેશ દ્વાર પાસે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની અર્વાચીન મૂર્તિ છે. તેની સામે આસાકમંત્રીની મૂર્તિ પ્રાચીન છે. અહી પાર્શ્વયક્ષ, પદ્માવતી, આચાર્યભગવંત શ્રી શીલગુણસૂરિજી મ., વનરાજ ચાવડાની પ્રાચીન મૂર્તિઓ છે. એ સિવાય સરસ્વતી, ક્ષેત્રપાળની મૂર્તિઓ પણ છે. મંદિરની બાજુમાં ગુરૂમંદિર બાંધવામાં આવેલ છે. તેમાં આ.શ્રી શીલગુણસૂરિ, તેમના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ, શ્રી હીરવિજય સૂરિ, શ્રી સેનસૂરિશ્વરજી, શ્રી દેવસૂરિશ્વરજી મ., કાંતિવિજયજી, શ્રી હંસવિજયજી
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ
૪૪