________________
જ્યારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં આવેલ ચોથા નંબરની દેરીમાં શ્રી પંચાસરપાર્શ્વનાથની દર્શનીય પ્રતિમાજીની ઉંચાઈ ૩૧ ઈંચની છે. પ્રતિમાજીનો શ્વેત રંગ છે. તેમજ પદ્માસનસ્થ પ્રતિમાજી છે.
પાટણમાં આવેલ શ્રી પંચાસરા પાર્શ્વનાથના ભવ્ય જિનાલય પાછળ વીર વનરાજ ચાવડાની ગુરુભક્તિ સંકળાયેલી છે.
નાગેન્દ્રગચ્છના આચાર્યશ્રી શીલગુણસૂરિએ વનરાજને બાળપણમાં સંસ્કારના બીજ રોપ્યાં અને તેના જીવનનું ઘડતર કર્યું. વિ.સં. ૮૦૨ માં વનરાજ ચાવડાએ પાટણનગરી વસાવી. વનરાજે પોતાના જીવનને સમૃદ્ધ બનાવનાર ગુરૂદેવ આ.શ્રી શીલગુણસૂરિના ઉપકારોની સ્મૃતિ થઈ આવી. અને તેણે આચાર્ય ભગવંતના ચરણમાં રાજ્ય ધરી દીધું. પરંતુ આત્મકલ્યાણના માર્ગને વરેલા સાધુ-સંતોને સંસારની સમૃદ્ધિ તુચ્છ ભાસે. આથી વનરાજે પાટણની સ્થાપના બાદ થોડા સમયમાં એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું. અને તેમાં પંચાસરથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી લાવીને પ્રતિષ્ઠિત કરાવી. પંચાસર વનરાજના પિતા જયશિખરીની રાજ્યભૂમિ હતી. ત્યાંથી આવેલા આ પાર્શ્વનાથ શ્રી પંચાસર પાર્શ્વનાથ થી પ્રસિદ્ધ થયાં. વનરાજે આ જિનાલયમાં પોતાની આરાધક મૂર્તિ પણ બેસાડી.
આ જિનાલય નવમી સદીના આરંભમાં નિર્માણ પામ્યું હતું. આથી ગુજરાતના પ્રાચીનતમ જિનાલયોમાનું એક ગણવામાં આવે છે.
વનરાજ પછીના રાજવીઓ, મંત્રીઓએ પાટણને જિનાલયની નગરી બનાવી દીધી.
શ્રી પંચાસરા પાર્શ્વનાથનું જિનાલય વનરાજ ચાવડાએ બંધાવેલું. તેથી ‘વનરાજ વિહાર’ નામથી જાણીતું થયું.
આ જિનાલયનો તેરમી સદીમાં આસાક નામના મંત્રીએ જીર્ણોદ્વાર કરાવ્યો. પિતાના આ કાર્યની યાદગીરી રૂપે તેના પુત્ર અરિસિંહે સંવત ૧૩૦૧માં પોતાના પિતાની મૂર્તિ પણ આ જિનાલયમાં મૂકી.
૪૩
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ