________________
હરિચંદશેઠે મલયનું ઓપરેશન કરાવી દીધું મનહરભાઈ ને હરિચંદભાઈ ભગવાન મળ્યા જેવું લાગતું હતું. ઓપરેશન સફળ થઈ ગયા પછી મનહરભાઈના પરિવારમાં ખુશી ઉત્પન્ન થઈ. મલયનો પાટો છૂટ્યો પછી રમાબેને કહ્યું : મેં મલય માટે એક બાધા રાખી હતી. આપણે તેને શંખેશ્વર લઈ જવો પડશે. આમ કહીને બધી વાત કરી.
મનહરભાઈ એ કહ્યું:૨મા, તે ખરાહૃદયથી શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના કરી કે આપણા ઘેર હરિચંદ શેઠ આવી ગયા અને એમણે આપણા સૌની ચિંતા દૂર કરી.
ચાલો... કાલે સવારેજ શંખેશ્વર જઈશું અને પ્રભુની સેવાપૂજા કરીશું...તારી બાધા છૂટી જશે.'
અને બીજે દિવસે મલયને લઈને મનહરભાઈનો પરિવાર શંખેશ્વર આવ્યો અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં ઉતર્યા. સૌએ દર્શન -વંદન કર્યા. રમાબેને મલયને સાથે રાખીને શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયે ભક્તિ કરી.
: સંપર્કઃ શ્રી જૈન શ્વે. નાકોડા પાર્શ્વનાથ તીર્થ મુ.પો. નાકોડા, મેવાનગર, તા. બાલોતરા,
| જી. બાડમેર, (રાજ.) ૩૪૪૦૨૫ ફોન: ૦૨૯૮૮-૨૪૦૭૬૧, ૨૪000૫ ફેક્સ: ૨૪૦૭૬૨.
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૪૧