________________
કરવા માટે આવીશ નિલેશે તેના મમ્મી-પપ્પા ને વાત કરી ત્યારે તેના મમ્મી-પપ્પાએ કહ્યું: “દીકરા તું સખત મહેનત કર તો જરૂર તું ઈચ્છે છે તેવા ગુણો મેળવી શકીશ શ્રી નાકોડા પાર્શ્વપ્રભુ સમક્ષ પ્રાર્થના કરી છે તો તું સફળ થઈશ જ પરંતુ મહેનત કરવી પડે. પ્રભુ ત્યારે જ ફળ આપે છે કે
જ્યારે આપણે આપણા કાર્યમાં પૂરેપૂરા તન્મય બનીએ... પુરુષાર્થ કરીએ, મહેનત કરીએ...' | મમ્મી-પપ્પાની વાત નિલેશના મનને સ્પર્શી ગઈ વડોદરા પહોંચ્યા પછી નિલેશે ધ્યાન પરોવીને સખત મહેનત કરી કોઈપણ વસ્તુન સમજાય તો ફરી ફરીને તેનો અભ્યાસ કરવા લાગ્યો.
અને તેણો ધો-૧૨ ની પરીક્ષા આપી.
ધો-૧૨ નું પરિણામ આવ્યું ત્યારે તેને ૯૦ ટકા ગુણ આવ્યા. તેની ખુશીઓ પાર ન રહ્યો. વડોદરા સેન્ટરમાં તેનો નંબર આવ્યો તેમજ પોતાની સ્કુલમાં પ્રથમ આવ્યો. રીઝલ્ટ આવ્યાના દિવસે જ રાત્રે નિલેશ તેના મમ્મીપપ્પા સાથે શંખેશ્વર જવા નીકળી ગયો. અને સવારે પહોંચ્યા પછી તેણે અત્યંત ભાવથી શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી તેની આંખોમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. ધો-૧૨ ની પરીક્ષામાં અત્યંત સફળ પરિણામ આવ્યું હતું. શ્રી નાકોડા પાર્શ્વપ્રભુ પ્રત્યેની તેની શ્રધ્ધામાં બેવડો વધારો થયો. નિલેશ તેના મમ્મી-પપ્પા સાથે બે દિવસ ભક્તિ વિહાર માં રોકાઈને પાછો વડોદરા આવ્યો અને તેણે મનમાં કામના સેવી હતી કે ડોક્ટર થવું છે.તેની ઈચ્છા શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ થી તેમજ કરેલા પુરુષાર્થથી સફળ થઈ.
નિલેશને મેડીકલમાં પ્રવેશ મળી ગયો અને તેમાં પણ અનેરા ઉત્સાહ સાથે અભ્યાસ કરવા લાગ્યો. | શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનો મહિમા અનેરો અને અકલ્પનીય
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૩૯