________________
બીજે જ દિવસે જમનાદાસભાઈ અને મહેન્દ્રભાઈ શંખેશ્વર આવ્યા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ માં જમનાદાસભાઈ સીધા જિનાલાયમાં ગયા અને શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યા. તેમની આંખોમાંથી આંસુની ધારા વહેતી રહી... પ્રભુના દર્શનથી અત્યંત ભાવ વિભોર બની ગયા.
જમનાદાસભાઈ કલાકો સુધી ત્યાં બેસી રહ્યાં. આ વખતે ચાર દિવસ રોકાઈને તેમણે શ્રધ્ધાપૂર્વક ભક્તિ કરી.
આમ પ્રભુભક્તિ થી જમનાદાસભાઈ નો રોગ નષ્ટ થઈ ગયો. સાચા હૃદયથી પ્રભુ ભક્તિ કરવામાં આવે તો જરૂર સર્વશ્રેષ્ઠ ફળ મળે છે. પરીક્ષાનું સફળ પરિણામ આવ્યું
વડોદરાનો નિલેશ અભ્યાસમાં તેજસ્વી હતો તે દર વર્ષે શંખેશ્વર આવતો રહેતો. તેણે ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૮૦ ટકા થી વધારે માર્કસ મેળવ્યા હતા. આથી સાયન્સની લાઈન પકડી.
નિલેશે સાયન્સ લાઈન પકડી પછી તેને બધા વિષયો ખૂબજ અઘરા લાગવા લાગ્યા.ધો. ૧૧માં ૪૫ ટકા ગુણ આવ્યા, આથી તે ભારે મુંઝાઈ ગયો. તેને ડોક્ટર થવું હતું પરંતુ ધો-૧૧ માં આવા ગુણો આવ્યા પછી તેનું મન મરી ચુક્યું હતું. ધો-૧૨ માં પાસ થવાશે કે કેમ તેની ચિંતા પણ તેને સતાવતી રહી.
ત્યારે તે પોતાના માતા-પિતા સાથે શંખેશ્વર આવ્યો અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદના દર્શન કરવા આવ્યો. તેણે સેવાપૂજા. કરી અને શ્રી નાકોડાજી પાર્શ્વનાથ પ્રભુની દેરીએ આવીને ભાવથી સેવાપૂજા કરી અને ભક્તિ કરી.
શ્રી નાકોડા પાર્શ્વપ્રભુની ભક્તિ ક્ય પછી તેનામાં ન સમજાય તેવી હિંમત આવી તેનું મન દ્રઢ બની ગયું અને ખૂબજ સારા ગુણ મેળવીને જ રહીશ તેવો આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો. તેણે ત્યાં નિયમ લીધો કે હું ધોરણ-૧૨ માં સરસ ગુણ મેળવીશ તો બધા કામ પડતાં મૂકીને અહીં દર્શન-સેવાપૂજા
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૩૮