________________
ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી નાકોડા પ્રભુ
અંતરમાં ઉદધિ ઉછળે આનંદ તણી
ભીંજાવું છે પ્રભુ, ભીંજાવું છે. પ્રભુ તમ ભક્તિના સંગમાં મારે ભીંજાવું છે.
ના
આ
મહિમા અપરંપાર |
પ્રભુભક્તિ થી રોગ ચાલ્યો ગયો....
ધોરાજીના જમનાદાસભાઈ વ્યાસ પોતાના એક જૈન મિત્ર મહેન્દ્રભાઈ શાહ સાથે પ્રથમવાર શંખેશ્વર તીર્થના દર્શને આવ્યા હતા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન પછી તે મહેન્દ્રભાઈ સાથે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદમાં આવ્યા અને ત્યાં તેમણે અનેરા ભાવથી શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી મહેન્દ્રભાઈ તો જમનાદાસભાઈની ભક્તિથી આશ્ચર્ય અનુભવવા લાગ્યા.
વહેલી સવારે જમનાદાસભાઈ શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની દેરી સામે બેસી ગયા અને ભાવથી ભક્તિ કરવા લાગ્યા તેમને કોઈ સ્તવન કે સ્તુતિ આવડે નહિ એટલે એકીટશે શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે જોવા લાગ્યા.
તેઓ સ્વગત બોલ્યાઃ “હે પ્રભુ આપ તો કરૂણાના સાગર છો... મને વર્ષોથી પેટનો દુઃખાવો રહે છે. આપ મારા પર કૃપા વરસાવો...' તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેઓ શ્રધ્ધાથી પ્રભુ સમક્ષ મનની વાત ઉચ્ચારી રહ્યાં હતા.
જમનાદાસભાઈને વર્ષોથી પેટનો દુઃખાવો રહેતો હતો. ડોક્ટરો નિદાન કરી શકતા નહોતા તેમણે અનેક વૈદો, ડોક્ટરો ને પોતાની તબીયત બતાવી પણ નિદાન થઈ શકતું ન હોતું તેમણે પોતાના સ્વાથ્ય માટે સારી એવી
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૩૬