________________
પ્રભુના જિનાલયમાંથી શ્રી નાકોડાજી ભૈરવનો ગોખલો છે. શ્રી નાકોડાજી પાર્શ્વનાથજીની સેવાપૂજા કર્યા પછી ભાવિકો શ્રી નાકોડા ભૈરવની પૂજા તથા દર્શન-વંદન કરે છે. શ્રી નાકોડા ભૈરવનો મહિમા પણ જૈન-જૈનેતરમાં વ્યાપેલો છે.
શ્રી નાકોડા તીર્થ વિષે જૈનાચાર્યો, મુનિ ભગવંતોની પ્રાચીન રચનાઓમાં ઉલ્લેખ છે.
શ્રી નાકોડાજી તીર્થ જવા માટે રાજસ્થાનના બાડમેર જીલ્લાના મેવાનગર પહોંચવું, ત્યાંથી વાહન મળી શકે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદમાં
શ્રી નાકોડા પાર્શ્વનાથ શંખેશ્વરમાં પરમ દર્શનીય તીર્થધામ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ તીર્થ.. શંખેશ્વરમાં આ તીર્થધામ વિશાળ જગ્યામાં નિર્માણ પામ્યુ છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દૈદિપ્યમાન, દર્શનીય પ્રતિમાજીઓ બિરાજીત કરવામાં આવેલ છે. દરેક પ્રતિમાજીના દર્શન કરતાં અંતરમાં ભક્તિ અને શ્રધ્ધાના અનેરા ભાવ જાગ્યા વિના ન રહે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદમાં ત્રીજી દેરીમાં શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય અને અંતરમાં ધર્મોલ્લાસ પ્રગટાવે તેવી દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીના દર્શન વંદન અને સેવાપૂજા કરતાં અંતર ભક્તિ ભીનું થયા વિના ન રહે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ તે શંખેશ્વરનો શણગાર છે. ધર્મ, આરાધનાનું પરમ પાવન તીર્થધામ છે શ્રી નાકોડા પાર્શ્વ પ્રભુના દર્શન કરતાં અંતર બોલી ઉઠેઃ
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૩૫