________________
જીર્ણોધ્ધાર કરાવ્યો હતો અને તે વખતે આચાર્ય ભગવંત શ્રી આર્યસુહસ્તિસૂરિજી બિરાજમાન હતા. તેમના વરદહસ્તે પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. વ્યવસાય
વીર સંવત ૫૦૫ માં મહારાજા વિક્રમાદિત્યે આ બન્ને જિનાલયોનો જીણોધ્ધાર કરાવ્યો હતો અને આચાર્ય ભગવંત શ્રી સિધ્ધસેન દિવાકર સૂરિજી ના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. 5
સમય પસાર થતો ગયો આ બન્ને જિનાલયોનો વિક્રમ સવંત ૬૨ માં ફરીને જીણોધ્ધાર થયો અને આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરિજીના હસ્તે પ્રતિષ્ઠા વિધિ થઈ હતી.
ત્યાર પછી આ જિનાલયો જીર્ણ થતાં. વિ.સં. ૪૭૫ માં આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવસૂરિશ્વરજી મહારાજના ઉપદેશથી જીણોધ્ધાર કરવામાં આવ્યો. નવમા સૈકામાં પુનઃજીણોધ્ધાર કરાયો. આથી આ તીર્થની પ્રાચીનતાનો ખ્યાલ સહેજે આવી શકે તેમ છે.
નવમા સૈકામાં જીણોધ્ધાર થયો ત્યારે વીરમપુર નગરની જાહોજલાલી ટોચે હતી એ સમયે મોટી સંખ્યામાં જૈન પરિવારોની વસ્તી હતી.
વિક્રમ સંવત ૯૦૯ માં ભાતે૨ા ગોત્ર ના ગર્ભશ્રીમંત હરખચંદે આ બન્ને જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તે વખતે શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમાજી ખંડિત થતાં તે સ્થાને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવી. The Deals Dar વિક્રમ સંવત ૧૨૨૩ માં આ બન્ને નગરોના જિનાલયોનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો.
"
વિક્રમ સંવત ૧૨૮૦ આ બન્ને નગરો પર મુસ્લિમ આક્રમણનો ભય ઉત્પન્ન થતાં નાકોર નગરના શ્રી સંઘે મૂળનાયક સહિત ૧૨૦પ્રતિમાજીઓને ત્યાંથી બે માઈલ દૂર કાલીદ્રહ માં છૂપાવી દીધી. મુસ્લિમ આક્રમણમાં સમૃધ્ધિની ટોચે પહોંચેલા બન્ને નગરો ધ્વંશ થઈ ગયા. બન્ને નગરોની
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૩૩