________________
દિશામાં નગરો વસાવ્યા. આ નગરીમાં લોકોના રહેવાની સુવિધા હતી બજારો હતી ભવ્ય જિનાલય, શિવ મંદિર વગેરેના નિર્માણ કરવામાં આવ્યા હતા. બને નગરના નામ અનુક્રમે વીરમપુર અને નાકોરનગર આપવામાં આવ્યા.
બને નગરોમાં લોકો રહેવા આવ્યા અને ખૂબજ ટૂંકા ગાળામાં બન્ને નગરો સમૃધ્ધિની ટોચે પહોંચ્યા.
બન્ને રાજપુત્રોએ બન્ને નગરીમાં ભવ્ય જિન પ્રાસાદોના નિર્માણ કર્યા. વીરમપુરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનાલય હતું તથા નાકોરનગરમાં શ્રી સુપાર્શ્વનાથ સ્વામીનું દર્શનીય અને ભવ્ય જિનાલય હતું. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા શ્રી સ્થૂલભદ્ર સ્વામીના સાંનિધ્યમાં થયાનું ઈતિહાસમાં જોવા મળે છે. બન્ને નગરોની પ્રજા સુખી અને સમૃધ્ધ બની બન્ને નગરોની ભૂમિ અત્યંત ફળદ્રુપ અને શુકનવંતી હોવાના કારણે પ્રજામાં ભારે સંતોષ હતો.
બન્ને રાજપુત્રોએ હૈયાના ભાવ સાથે નવા નગરોની રચના કરી હતી તેમાંય બને સ્થાનો પર નિર્માણ પામેલા જિનાલયો અત્યંત દર્શનીય અને નયનરમ્ય હતા. પરગામના અનેક લોકો આ નગરીને નિહાળવા માટે આવતા હતા. તેમાંય જિનાલયોની કલાત્મક કારીગરી જોઈને પ્રસન્ન બની જતા હતા. સમયનો પ્રવાહ નિરંતર વહેતો રહ્યો... કાળની ગતિને થોભ નથી... કાળ કાળનું કામ કરે છે... વર્ષોના વર્ષો વીતી ગયા...સૈકાઓ પસાર થતા ગયા... કાળક્રમે આ બન્ને દર્શનીય જિનાલયો જીર્ણ થતા ગયા તેમ તેના જીણોધ્ધાર થતા ગયા. આ બન્ને જિનાલયો જાગતું તીર્થધામ બનીને રહ્યાં. વીર સંવત ૨૮૧ માં મહારાજા સંમતિએ આ બન્ને જિનાલયોનો
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૩૨