________________
મનહરભાઈની તા 3 શન કિસાન મનહરભાઈની ચિંતા દૂર થઈ.
એકવાર સુરતમાં રહેતા મધ્યમ પરિવારના જૈનકુટુંબના મનહરભાઈનો ચાર વર્ષનો પુત્ર મલય રમતાં-રમતાં પડી ગયો. તરતજ તેને દવાખાને લઈ જવામાં આવ્યો મલયના પગ પર સોજો ચડી ગયો હતો. ડોક્ટરોએ કહ્યું કે ઓપરેશન કરવું પડશે. પરમાં હાડકું ભાંગી ગયું છે.
મનહરભાઈએ ઓપરેશનનો ખર્ચ પૂછયો ત્યારે ડોક્ટરે કહ્યું કે માત્ર પચ્ચીસ હજાર રૂપિયા થશે.
મનહરભાઈ ડોક્ટરની ફી સાંભળીને મુંઝાઈ ગયા. તેઓ માંડ માંડ બે-પાંચ હજાર ભેગા કરી શકે તેમ હતા. તેઓ પુત્રને લઈને ઘેર પાછા આવ્યા અને ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું? ઘરના બધા ચિંતામાં પડી ગયા.
મનહરભાઈએ બે-ત્રણ જાણીતા સંબંધીઓને ત્યાં એક આંટો મારી આવ્યા પરંતુ કયાંય મેળ ન પડ્યો મનહરભાઈના પત્ની રમાબેન બેત્રણવાર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં આવેલા તેમણે તરતજ શ્રધ્ધાપૂર્વક માનતા માનીકે મારો પુત્ર સાજો થઈ જાયતો હું શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુના દર્શન વંદન અને સેવાપૂજા કરાવીશ.
રમાબેને આ વાત ઘરમાં કોઈને જણાવી નહોતી ત્યાં મનહરભાઈના જૂના શેઠ હરિચંદભાઈ ત્યાંથી નીકળ્યા હતા. તેથી મનહરભાઈને ત્યાં આવ્યા.
હરિચંદભાઈએ મનહરભાઈના ખબર અંતર પૂછયા અને તેના પુત્ર મલયને કણસતો જોઈને બધી વિગતો જાણી મનહર ભાઈએ રડતાં રડતાં હૈયું ખોલ્યું ત્યારે હરિચંદશેઠે કહ્યું : “અરે... મનહરભાઈ, આ શું કરો છો ? ચાલો અત્યારે મારી સાથે... મારા એક ડોક્ટર મિત્ર છે તેની પાસે ઓપરેશન કરાવી લેશું. પૈસાની ચિંતા કરવાની નથી... એમજ થયું
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૪૦