________________
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ
ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણ તે મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને મહારાજા કુમારપાળની રાજધાની હતી. સિદ્ધપુર-પાટણ એટલે જિનાલયોની નગરી. પાટણમાં સોલંકી વંશના સમયમાં પુષ્કળ જિનાલયો હતો. આજે પણ વિવિધ પોળોમાં જિનાલયો આવેલા છે. સમય જતાં પાટણન જૈનો ધંધા વેપાર અર્થે મુંબઈ સહિત અન્ય વિકસતા શહેરોમાં જવા લાગ્યા અને પાટણમાં જૈનોની વસ્તી ઓછી થઈ. પરંતુ જ્યારે પોળ કે પોતાના મહોલ્લાના જિનાલયની વર્ષગાંઠ હોય ત્યારે તે મહોલ્લાનો કોઈપણ જૈન પરિવાર અચૂક આવે છે અને ભક્તિ પૂર્વક ભાગ લેતો હોય છે.
આજે પણ પાટણ નગરમાં સોલંકી વંશના કલાત્મક અવશેષો જોવા મળે છે. જેમાં સહસલીંગ તળાવ, રાણકી વાવ વગેરે દર્શનીય સ્થાનો છે.
પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય અને દર્શનીય તીર્થધામ આવેલું છે. આ તીર્થ પીપળાની શેરીમાં, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રોડ પર આવેલું છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આજે ભવ્ય અને જાજરમાન ઈતિહાસ સાથે ઊભું છે. આ જિનાલયમાં શ્યામવર્ણી શ્રી વડલી પાર્શ્વનાથ તથા શ્રી નગીના પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય અને પ્રાચીન પ્રતિમાઓ છે. અહીં ધર્મશાળા-ભોજનશાળાની સર્વોતમ સગવડ છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથની શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-શંખેશ્વર તીર્થમાં પ્રતિમાજી બિરાજમાન છે. તેમજ સાંતાક્રુઝ (મુંબઈ) જીરાવલા તીર્થ તથા શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થમાં પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની દેરી છે.
પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અતીતની ભવ્યતાના દર્શન કરાવે છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથજીની પ્રતિમાજી શ્વેતવર્ણના, સપ્તકણાથી અલંકૃત અને પદ્માસનસ્થ છે અને જિનાલયમાં મૂળનાયક રૂપે બિરાજમાન છે. આ પ્રતિમાજીની ઉંચાઈ ૪૫ ઈંચ અને પહોળાઈ ૩૭ ઈંચ
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ
૪૨