________________
મ. આદિની મૂર્તિઓ પણ છે.
આ જ મંદિરના સંકુલમાં શ્રી પાર્શ્વનાથજીનું ચૌમુખ જિનાલય તથા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ, શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી મહાવીરસ્વામી, શ્રી ધર્મનાથસ્વામી, શ્રી સુપાર્શ્વનાથ તથા શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો છે.
આ જિનાલયમાં સોળ વિદ્યાદેવી, તીર્થંકર ભગવંતોના કલ્યાણકો, દેવાંગનાઓ, દિકપાલો, ગંધર્વો, કિન્નરો, યક્ષો વગેરેના સ્વરૂપો દર્શનીય છે. આ પ્રાચીન જિનાલય દર્શનીય અને ભવ્ય છે. જીવનમાં એકવાર શ્રી પંચાસરા પાર્શ્વનાથના દર્શન કરવા જોઈએ. આ તીર્થનું મહાભ્ય પ્રાચીનકાળમાં થઈ ગયેલા અનેક જૈનાચાર્યો, મુનિવરો તથા કવિઓએ પોતાની રચનામાં કરેલું છે.
સં.૨૦૬૧ની સાલમાં પાટણમાં શ્રી પંચાસરાપાર્શ્વનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર-પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જે ૫૦ વર્ષ પછી જીર્ણોદ્ધાર કરાયો હતો. આ પ્રસંગે દેશ-વિદેશના મૂળ પાટણના વતની જૈન પરિવારો આવેલા હતા અને અનેક આચાર્ય ભગવંતો આ પ્રસંગે પધારેલા હતા. પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.
પાટણમાં શ્રી પંચાસરપાર્શ્વનાથ પ્રભુનું જિનાલય હેમચંદ્રાચાર્ય રોડ, પીપળાની શેરીમાં આવેલ છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની સર્વશ્રેષ્ઠ સગવડ છે.
ભક્તિવિહારમાં બિરાજતા શ્રી પંચાસારપાર્શ્વનાથજી શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થધામ આવેલ છે. આ તીર્થનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે. જે કોઈ યાત્રિક શંખેશ્વર દર્શનાર્થે આવે છે ત્યારે તે યાત્રિક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં દર્શનાર્થે અવશ્ય આવે છે.
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ
૪૫