________________
રકમ ખર્ચી નાખી હતી પરંતુ કોઈ સફળતા મળી નહોતી
જમનાદાસભાઈ એ આજે પ્રથમવાર શ્રી નાકોડાપાર્શ્વ પ્રભુ પાસે યાચના કરી હતી. તેમણે ખરા હૃદયથી પ્રાર્થના કરી હતી. તેમને સેવાપૂજા આવડતી નહોતી એટલે માત્ર દર્શન વંદન કરતા હતા.
જમનાદાસભાઈ બે દિવસ ભક્તિ વિહારમાં રોકાયા અને શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ પોતાના સ્વાથ્ય માટે પ્રાર્થના કરતાં રહ્યાં.
જમનાદાસભાઈ અને મહેન્દ્રભાઈ બે દિવસ રોકાઈને પાછા ધોરાજી આવ્યા. બન્ને પોત પોતાના કામમાં લાગી ગયા.
લગભગ આઠ દિવસ બાદ ધોરાજીની બજારમાં જમનાદાસભાઈને મહેન્દ્રભાઈ નો ભેટો થઈ ગયો.
જમનાદાસભાઈ કહે : “અરે... મહેન્દ્રભાઈ આપ ક્યાં હતા? છેલ્લા ત્રણ-ચાર દિવસથી હું તમને શોધતો હતો.
કેમ શું થયું?' મહેન્દ્રભાઈએ પૂછયું “મારે શંખેશ્વર જવું છે.' હજુ તો હમણાંજ ગયા હતાં.' હું આપને મારી વાત કરું તમે તો જાણો છોકે મને વર્ષોથી પેટના દુ:ખાવાની ફરિયાદ હતી. અનેક ડોક્ટરો-વૈદોની દવા કરી પરંતુ મને લેશમાત્ર ફરક નહોતો પડ્યો, આપણે શંખેશ્વર ગયા હતા. ત્યાં શ્રી નાકોડા. પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સમક્ષ અત્યંત શ્રધ્ધાથી ભક્તિ કરી અને તેનું ફળ મને મળી ગયું છે. મારો વર્ષોનો પેટનો દુઃખાવો ગાયબ થઈ ગયો છે. મારે શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવા છે.
અઠવાડિયા પછી જઈશ” મહેન્દ્રભાઈ એ કહ્યું. ના... આવતીકાલે જ જઈએ...' એમ જ થયું
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૩૭.