________________
વીરમપુર નગરના નગરજનો પ્રાતઃકાર્યની વિધિ આટોપવામાં મશગુલ થયા હોય તેમ જણાતું હતું નૂતન સંદેશો લઈને આવતાં સૂર્ય મહારાજને સત્કારવા સૌના હૈયા થનગની ઉઠ્યા હતા.
નગરીની એકબાજુ સપ્તભૂમિથી શોભતો ભવ્યરાજપ્રસાદ નયનરમ્ય અને કલાત્મક હતો. નગરીમાં અનેક નાના મોટા ઉદ્યાનો હતા. રાજભવનમાં પણ ઉદ્યાનની રચના કરવામાં આવી હતી. ગ્રીષ્મગૃહની રચના ઉપવનમાં કરવામાં આવી હતી. કૃત્રિમ જળધારાથી ઉપવનની શોભા અનેરી લાગતી હતી નાના-મોટા વૃક્ષો-લત્તાઓથી ઉદ્યાન શોભી રહ્યું હતું. રાજભવનમાં એક નાનું છતાં મનમોહક જિનાલય પણ હતું.
નગરીમાં અનેક વૈભવશાળી શ્રેષ્ઠીઓ, સાર્થવાહો વસવાટ કરતા હતા. નગરીની મધ્યમાં શોભી રહેલું શ્રી જિનેશ્વર ભગવંતનું જિનાલય કલાત્મક અને ભવ્ય ભાસતું હતું. સુવર્ણયુક્ત દ્વારા તથા જિનાલયને ફરતી અટારી સુવર્ણથી જડિત હતી. શિખર પર સુંદરતા બક્ષતો સુવર્ણકળશ પ્રભાતના આછા કિરણોથી ચળકાટ મારી રહ્યો હતો. શિખર પર લહેરાતો ધ્વજ મંદ ગતિએ વહેતા પવનને કારણે થોડી થોડીવારે ફરકી રહ્યો હતો. નગરના અનેક જૈન પરિવારો આ જિનમંદિર માં પ્રભુની સેવાપૂજા અર્થે આવતા અને ભાવભરી ભક્તિ કરતા.
વીરમગઢમાં ભગવાન નટેશ્વરનું પ્રાચીન મંદિર હતું તે પણ સુંદર, મનોરમ્ય અને દર્શનીય હતું. શૈવધર્મીના લોકો હંમેશા દર્શનાર્થે જતા અને ભાવભરી ભક્તિ કરતા. એ સિવાય નાના-મોટા ત્રણચાર મંદિરો આ નગરીને શોભાવી રહ્યાં હતાં. નગરીની બજારો વ્યવસ્થિત રીતે રચવામાં આવી હતી.
વિરમદત્ત અને નાકોરસેન યુવાવયમાં પહોંચી ગયા હતા બન્નેએ શસ સંચાલન, રાજનીતિ, સંગીત, વ્યાકરણ, ધર્મ, શાસ્ત્રોમાં પ્રવીણતા હાંસલ કરી લીધી હતી.
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ